GUJARATJUNAGADH

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ યોગ શિબિર – ૨ નો વંથલી ખાતે આરંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ યોગ શિબિર – ૨ નો વંથલી ખાતે આરંભ

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ”સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન કાર્યરત કરવામાં આવ્યુ છે. આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢના વંથલી ખાતે શ્રી નગર પંચાયત હાઈસ્કૂલમાં મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે ૩૦ દિવસીય કેમ્પનો આરંભ કરાયો છે. કેમ્પના કોચ પારુલ ખાંધરે જણાવ્યું હતું કે,હાલમાં અહીં ૬૮ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ કેમ્પ દ્વારા લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા ઘટાડવા માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેના માર્ગદર્શન દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. તેમજ આ કેમ્પ દરમિયાન મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે વિવિધ એક્સપર્ટ ડોક્ટર તેમજ તજજ્ઞો દ્વારા મોટાપા નિવારણ માટે માહિતી પણ લોકોને અપાશે.ઉલ્લેખનીય છે કે મેદસ્વિતા એ આજે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. મેદસ્વિતા થી અનેક બીમારીઓ ઉદભવે છે. મેદસ્વિતા મુક્તિ અભિયાન’નાગરિકોના તન અને મનનો ભાર ઘટાડવામાં એક અસરકારક પગલું પૂરવાર થશે જૂનાગઢ જિલ્લાને યોગમય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!