વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે,જેના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે ડાંગ જિલ્લામાં ગરમીનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક આહવા અને સુબીર પંથકમાં આજરોજ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળ્યો હતો અને સાપુતારામાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ જિલ્લાના મુખ્ય મથકો આહવા અને સુબીર ખાતે 43 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને વઘઈ ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.અહીં રાત્રિના સમયે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ઉનાળામાં ડાંગ જિલ્લામાં આટલા ઊંચા તાપમાનના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ખાસ કરીને રોજીંદી મજૂરી કરતા અને બહાર કામ કરતા લોકો ગરમીથી ખૂબ જ પરેશાન થઈ રહયા છે.ગરમીના કારણે ડિહાઇડ્રેશન અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે.સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. વૃદ્ધો અને બાળકોને ખાસ કાળજી લેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ડાંગ જિલ્લામાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. જિલ્લામાં આટલા ઊંચા તાપમાનના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે..