અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં મેઘાના મંડાણ : મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ, રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો
લાંબા વિરામ બાદ ફરીથી હવામાનની આગાહીને પગેલ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી તેમજ બાફ નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું પરંતુ આજે વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું અને અંતે લાંબા વિરામ બાદ મેઘાના મંડાણ થતા કેટલેક અંશે ખેતી પાક જીવતદાન મર્યું હતું
મોડાસા શહેર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને ચાર રસ્તા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા તો બીજી બાજુ મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.ગાજણ,વરથું,દઘાલીયા સહિત ગામોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી દઘાલીયા અને વરથુંના મુખ્ય માર્ગ પર પુર જેવી સ્થિતિના દ્રશ્યો સર્જાયા હતા બીજીબાજુ દઘાલીયા ગામના મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા છેલ્લા એ કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો હતો મેઘરજ તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેતી પાકને જીવત દાન મળ્યું હતું અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી