THARADVAV-THARAD

પાણી મુદ્દે સરકારનો કડક એક્શન મોડ: મંત્રી સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓને ધમધમાવ્યા!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ પ્રાંત કચેરી ખાતે પાણી પ્રશ્ને રાજય મંત્રી સ્વરૂપજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં થરાદ વાવ પ્રાંત અધિકારી સાજન મેર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાવ, સુઈગામ, ધરણીધર અને ભાભર તાલુકામાં ઊભી થયેલી પીવાના પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈ રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરે થરાદ પ્રાંત કચેરી ખાતે જવાબદાર અધિકારીઓ અને એજન્સી સાથે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને

સંબંધિત એજન્સીઓ તેમજ ચારેય તાલુકાના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે બેઠક દરમિયાન પાણી પ્રશ્ને કડક વલણ અપનાવી અધિકારીઓ અને એજન્સીઓને ધધડાવ્યા હતા ખાસ કરીને સરહદી અને અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ બેઠક દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે ઉનાળામાં સામાન્ય પ્રજાજનોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવાનો વારો ન આવવો જોઈએ તેમજ જ્યાં પાણી પુરવઠાની લાઈનોમાં ખામી હોય અથવા પાણી પહોંચવામાં વિલંબ થતો હોય ત્યાં તાત્કાલિક ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો તેમજ ખાસ કરીને સરહદી ગામોમાં પાણીની સમસ્યા વધુ ન સર્જાય તે માટે ગામે ગામ ટેન્કરો મોકલવા પાણી પુરવઠા વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી સાથે સાથે પાણી વિતરણની દૈનિક મોનીટરીંગ રાખી લોકો સુધી પૂરતું અને સમયસર પાણી પહોંચે તેની ખાતરી કરવા પણ તંત્રને જણાવ્યું હતું તેમજ વધુમાં મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે પીવાના પાણીના પ્રશ્ને કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને લોકોની ફરિયાદો સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ

આ બેઠક બાદ ચારેય તાલુકામાં પાણી પ્રશ્ને તંત્ર વધુ સક્રિય બન્યું હોવાનું જોવા મળી રહ્યું છે અને પ્રજાજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે..….

Back to top button
error: Content is protected !!