GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

हिन्द की हिन्दी है पहचान।हिंदी से अस्तित्व हमारा,भारत की ये शान.”કાલોલ નવરચના ગુરુકુલ ખાતે હિન્દી દિવસની ઉજવણી.

 

તારીખ ૧૩/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

“हिन्द की हिन्दी है पहचान।हिंदी से अस्तित्व हमारा,

भारत की ये शान..”

કાલોલ ની નવરચના ગુરુકુલ ખાતે આજરોજ હિન્દી દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો. હિન્દી જે આપણા દેશની રાજભાષા છે તે દેશની એકતા, સંસ્કૃતિ અને ભાષાની સમૃદ્ધિનું પ્રતિક છે. આ જ મહત્તા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે હેતુસર શાળાએ વિવિધ સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કર્યું.કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી વંદનાથી થઈ. બાદમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વક્તવ્ય, કાવ્યગાન, પ્રશ્નોત્તરી સ્પર્ધા, હિન્દી નિબંધ લેખન તેમજ હિન્દી કાવ્યગાન સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. “हिन्द की हिन्दी है पहचान” જેવા પ્રેરક કાવ્યગાનથી કાર્યક્રમમાં નવચેતના છવાઈ ગઈ. તમામ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.વિશેષ આકર્ષણ રૂપે મંચ સજાવટ કરવામાં આવી, જેમાં હિન્દીના પ્રખ્યાત કવિઓ અને લેખકોના ફોટોગ્રાફ, નામ તથા પ્રસિદ્ધ કૃતિઓનું પ્રદર્શન કરાયું. આચાર્યશ્રીએ પોતાના માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓને હિન્દી ભાષાના મહત્વ અને તેના ગૌરવ વિશે પ્રેરણા આપી.કાર્યક્રમનું સંચાલન સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓએ જ હિન્દી ભાષામાં કર્યું, જે ભાષાપ્રેમ અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ સાબિત થયું.શાળાના શ્રેષ્ઠ આયોજનને કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં હિન્દી પ્રત્યે ગર્વ, અભિમાન અને લગાવની ભાવના વધુ મજબૂત બની. દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે 1949માં આ દિવસે હિન્દીને ભારતની રાજભાષાનો દરજ્જો મળ્યો હતો. આ દિવસની ઉજવણીનો હેતુ ભાષા પ્રત્યે ગૌરવભાવ વધારવો, તેની પ્રસાર-પ્રચારો કરવો અને રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવવી છે.

Back to top button
error: Content is protected !!