BANASKANTHAGUJARATPALANPUR

ડીસા સિન્ધી બ્રહ્મક્ષત્રિય પંચાયત દ્વારા હિંગળાજ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ

ª17 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

ડીસા ખાતે આદર્શ હાઇસ્કુલ પાછળ આવેલ સિન્ધી બ્રહ્મક્ષત્રિય પંચાયત સમાજની વાડી ખાતે ડીસાના બ્રહ્મક્ષત્રિય નવયુવક મંડળ દ્વારા આયોજીત હિંગળાજ મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી ભાદરવા સુદ- ૧૩ નેતા: 16 સપ્ટેમ્બર 24 ના રોજ સવારે હવન કરી મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હવન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.આ ધાર્મિક પ્રસંગે બ્રહ્મક્ષત્રિય સમાજના પ્રમુખ વિજય ભાઈ શોભરાજમલ ખત્રી, ઉપપ્રમુખ ભોજરાજભાઈ.એમ.છાટબાર, જગદીશભાઈ વલેરા, અમૃતભાઈ વારડે, યશવંતભાઈ ખત્રી. કિશોરભાઈ ધગીયા, તેમજ યુવાનો સુનિલભાઈ ખુહા, વસંતભાઈ બર્વા. મનોજભાઈ ખુહા, ગીરીશભાઈ ધગીયા, લલીતભાઈ ખુડખુડીયા, ભાવેશભાઈ છાંટબાર, વિગેરે યુવાનોએ સારી જહેમત ઉઠાવીને આ ધાર્મિક હિંગળાજ મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.બરફ ગોળાના દાતા કમલેશભાઈ હીરાલાલ સોનેજા હતા. વિનોદ બાંડીવાળા એ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!