કાલોલ ની MGS હાઈસ્કૂલ ખાતે એચ.આઈ.વી./એઇડ્સ અને ટી.બી. રોગ જાગૃતિ સેમિનાર તથા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

તારીખ ૨૭/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ધી એમ. જી. એસ. હાઈસ્કૂલ ખાતે આજરોજ તારીખ ૨૭/૦૮/૨૦૨૬,ગુરુવારના રોજ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી એચ.આઈ.વી./એઇડ્સ (HIV/AIDS) અને ટી.બી. (TB) રોગ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રેફરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આ રોગો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે એચ.આઈ.વી. અને ટી.બી. જેવા રોગો કેવી રીતે થાય છે તથા તેનાથી બચવા માટેના નિવારણ અને ઉપાયો અંગે મહત્વની માહિતી આપી હતી.
આ ઉપરાંત, શાળામાં રક્ષાબંધન પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ભાઈ-બહેનો (વિદ્યાર્થીઓ) દ્વારા ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. ભાઈ અને બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધના પ્રતીકસમા આ તહેવારને શાળા પરિવાર દ્વારા સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો.






