GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર સહિત પંથકમાં હોળી પ્રગટાવામા આવી

 

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૧૩.૩.૨૦૨૫

હાલોલ નગર સહિત પંથકમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા ને ગુરુવારના રોજ શાસ્ત્રોક વિધિવત પ્રમાણે હોળી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.પ્રતિ વર્ષે ફાગણ સુદ પૂર્ણિમા ના રોજ લોકો પોતાના વિસ્તારમાં હોળી નું દહન કરવામાં આવે છે જોકે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પરિસર માં હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે ત્યારબાદ ૫૦ કિલો મીટરની ત્રીજ્યામાં આવેલા તમામ ગામોમાં પાવાગઢ ખાતે હોળી પ્રગટાવવામાં આવે ત્યારબાદ હોળી ને પ્રગટાવે છે.આજે ગુરુવારના રોજ પાવાગઢ મંદિર ખાતે સાંજે ૬.૧૫ કલાકે શાત્રોક વિધિવત પ્રમાણે હોળી પ્રાગટય થતા હાલોલ નગર ખાતે દર્પણ સોસ્યાટી,હનુમાનજી મંદિર,ગાંધીચોક ખાતે,ટાઉન હોલ ખાતે તેમજ નગરના અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવા આવી હતી.જેને લઇ લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે તેમજ સુખ શાંતિ પ્રાત થાય તે માટે પૂજા અર્ચના પ્રાથના કરી હોળીમાં ધાણી ચના ખજૂર નું આહ્વાન કર્યું હતુ.

Back to top button
error: Content is protected !!