GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામ દ્વારા રાષ્ટ્રહિત માટે મતદાન કરવા નમ્ર અપીલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાની દેગામ હાઈસ્કૂલ દ્વારા EVERY VOTE COUNTS નું મહત્વ સમજાવી આગામી લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાત રાજ્યમાં મતદાન તારીખ 07/05/2024ના રોજ થનાર છે જેના માટે  તમામ મતદાતાઓને મતદાન અવશ્ય કરવા અપીલ કરવામાં આવી હતી.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. દરેક નાગરિકે મત કરવો એ નૈતિક ફરજ છે. લોકશાહીને ટકાવી રાખવી એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. ઓછુ મતદાન લોકશાહીને નબળી પાડે છે. જેટલું મતદાન વધુ તેટલી લોકશાહી સક્ષમ, મજબૂત અને સબળ બને છે. આ ઉદ્દેશ્ય સાથે સ્વીપ એક્ટીવીટીના ભાગરૂપ બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામમા આચાર્ય સહિત શિક્ષકો દ્વારા વિવિધ સ્થળોએ રૂબરૂ જઇ સૌને મતદાન માટે અપીલ કરી હતી. તેમણે સૌને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું ઋણ ચૂકવવું એટલે જ ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપવો એમ સમજ કેળવી હતી.
તેમણે સૌને મતદાન માટે પ્રેરીત કરી સશકત, સતર્ક અને સુરક્ષિત ભારતના નિર્માણમાં અવશ્ય મતદાન કરીશું. મારો વોટ, મારો અવાજ, રાષ્ટ્રહિતમાં મારૂં મતદાન” એવા સંકલ્પ લેવડાવ્યા હતા. નોંધનિય છે કે, શાળાના શિક્ષકો દ્વારા BANK OF BARODA, દેગામ ગૃપ સેવા સહકારી મંડળી લી., મસ્જિદ પાસે, બસ ડેપો પાસે અને બજારમાં જ્યાં લોકોની અવરજવર વધુ હોય ત્યાં રૂબરૂ સંપર્ક કરી રાષ્ટ્રહિત માટે મતદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!