BHARUCHGUJARATJHAGADIYA

ઝગડિયાના રાજપારડીમાં ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસમાં સેંકડો મુસ્લિમ બિરાદરો જોડાયા

ઝગડિયાના રાજપારડીમાં ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસમાં સેંકડો મુસ્લિમ બિરાદરો જોડાયા

format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 123.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 46;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 85.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 41;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 103.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 41;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (0, 0);aec_lux: 107.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 39;
format: 0; filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
 ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 39;zeissColor: bright;

 

 

ઝગડિયા તાલુકાના મુખ્ય વેપારી મથક રાજપારડી ખાતે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ‘ઈદે મિલાદુન્નબી’ પર્વની ભારે હર્ષોલ્લાસ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે નગરમાં એક વિશાળ અને શાનદાર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે સવારે ૮:૦૦ વાગ્યે ફૈઝનગર ખાતેથી સલાતો-સલામ અને દેશમાં અમન-શાંતિની દુઆ બાદ જુલૂસનો પ્રારંભ થયો હતો, જેમાં સેંકડોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર જોડાયા હતા.

 

આ ભવ્ય જુલૂસ ફૈઝનગરથી નીકળી રઝા નગર, પટેલ નગર, વાઝા કોમ્પ્લેક્ષ, બકાનગર, ગેબનશા દરગાહ અને ખાળી ફળિયું થઈને પરંપરાગત રૂટ પર પરિભ્રમણ કરી જુમ્મા મસ્જિદ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર માર્ગ પર હાથમાં ઇસ્લામી પરચમ, સુશોભિત વાહનો અને “સરકાર કી આમદ મરહબા” ના નારાઓ તેમજ નાત-એ-પાકના સુમધુર પઠનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સમગ્ર રૂટ દરમિયાન ઠેર-ઠેર જુલૂસનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક ઠેકાણે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ, ફળફળાદિ, ઠંડા પીણાં, શરબત તેમજ નિયાઝનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્યું હતું.

 

જુલૂસના સમાપન બાદ જુમ્મા મસ્જિદ ખાતે નાત-બયાન તેમજ મુબારક બાલશરીફ (બાલમુબારક)ની ઝિયારત કરાવવામાં આવી હતી. હિન્દુ-મુસ્લિમ એકતા અને કોમી ભાઈચારાની પરંપરા જાળવી રાખતાં અન્ય સમાજના લોકો અને નગરના વેપારીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ, હર્ષોલ્લાસ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!