CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના ઝરખલી ગામે નાયાજી મહારાજ અને નિષ્કલંકી નારાયણ મહા પ્રભુની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના ઝરખલી ગામે નાયાજી મહારાજ અને નિષ્કલંકી નારાયણ મહાપ્રભુની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે ઝરખલી ગામના સ્ટેશનથી નાયાજી મહારાજના મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તો જોડાયા હતા. સંતો દ્વારા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.મહંત શિવરામદાસજી મહારાજ સ્વમુખે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.પાંચ હજારથી વધુ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા.