સમીર પટેલ, ભરૂચ
દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલા ઘરેણાં પડાવી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલા ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.વિસ્તારમાં રહેતા હર્ષાબેન ભરત શાહ આજરોજ સવારના અરસામાં જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે વેળા માનવ મંદિર પાસે બે ઇસમો તેઓ પાસે આવ્યા હતા અને પોતે પોલીસની ઓળખ આપી સાઇડમાં બોલાવી આવું બધું સોનું પહેરીને નઇ જવાનું પોલીસ અધિકારી જોશે તો ફાઇન ભરવી તેમ કહી સોનું કઢાવી એક કાગળમાં મુકાવી મહિલાની નજર ચૂકવી 6 તોલા સોના ઘરેણાં તફડાવી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે તપાસ હાથ ધરી છે.