DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રાની સેન્ટ હિલેરી સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા આપવી હોય તો ફી ભરે તેને જ પરીક્ષા આપવા દેવાશે તેવો સંચાલકનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ

તા.04/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાની સેન્ટ હિલેરી સ્કુલના સંચાલકોની મનમાનીથી વાલીઓ પરેશાન થઈ ગયા છે વર્ષ દરમીયાન પોતાની રીતે જ મનધડત નીર્ણયો લેવાતા હોય છે ત્યારે વર્ષાન્તે પરીક્ષા પેલા ફી ભરી હોય તેવા જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દિવસે અત્યારે સ્કૂલના સંચાલક દ્વારા વાલીને કોલ કરીને કહેવામાં આવ્યું હતું એક પણ રૂપિયો આપના બાળકની ફી બાકી હશે તો આપના બાળકને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તેવું સંચાલક દ્વારા વાલીને કહેવામાં આવતા ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્વનીર્ભર શાળાઓ આવેલી છે મોટાભાગની શાળાઓ વિદ્યાર્થીઓના હીતમાં નીર્ણય લે છે જયારે ફ્રી માટે પણ વાલીઓને કોઈ દબાણ કરવામાં આવતુ નથી જેમાં વાલીઓને સરળતા રહે તે માટે ફી ભરવા માટે હપ્તા પણ કરી અપાય છે પરંતુ કેટલીક શાળાઓ આનાથી વિપરીત છે એમાંની એક છે ધ્રાંગધ્રા ની સેન્ટ હિલેરી સ્કુલ આ શાળાના સંચાલકો પોતાની મનમાની મુજબ શાળા ચલાવે છે બીન અનુદાનીત શાળા હોય અને સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ ન લેતી હોય આ શાળા પર શિક્ષણ વિભાગનો પણ કોઈ કંટ્રોલ ન હોય તેમ લાગે છે ત્યારે ધાંગધ્રાની સેન્ટ હિલેરી સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવા માટે બળજબરી કરવામાં અને જો ફી ભરવામાં નહીં આવે તો આપના બાળકને શાળામાં પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તેવું સેન્ટ હિલેરી સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને દબાણ કરવામાં આવ્યું હતું જેનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ત્યારે અબતક ન્યુઝના પ્રતિનિધિ સલીમ ઘાંચી દ્વારા સેન્ટ હિલેરી સ્કૂલના સંચાલક સાથે ઓડિયો ક્લિપ વિશે વાત કરાતા કોલમાં કોઈ સરખો જવાબ આપવામાં આવ્યો નહોતો ત્યારે હવે જોવાનું રહ્યું કે જિલ્લા શિક્ષણ વિભાગ આવી સ્કૂલો સામે શું કાર્યવાહી કરે છે ધાંગધ્રાની સેન્ટ હિલેરી સ્કૂલ ફી ને લઈને અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે ત્યારે ફરી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ધાંગધ્રામાં આવેલી સેન્ટ હીલેરી સ્કૂલની જ્યાંથી સ્થાપના થઈ છે ત્યારથી અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે અને મન ફાવે તેવા સ્કૂલના સંચાલકો પોતાના નિયમો બનાવીને વિદ્યાર્થીઓના વાલી પાસેથી ફી નામે પૈસા પડાવવામાં આવે છે તેઓ પણ લોકોમાં ચર્ચા રહ્યું છે ત્યારે સ્કૂલના સંચાલકનો વધુ એક ઓડિયો ક્લિપ વિદ્યાર્થીના વાલી સાથે ફી વિશે ગેરવર્તન કરી અને પૈસા ભરશો તો જ બાળકને પરીક્ષા દેવામાં આવશે તેવું સ્કૂલના સંચાલક ઓડિયો ક્લિપમાં જણાવતા હોય તેવો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે.

Back to top button
error: Content is protected !!