GUJARAT

ટ્રાઇબલ વિભાગ દ્વારા ચાલતી દેડિયાપાડા મોડેલ સ્કૂલનો અંધેર વહીવટ

ટ્રાઇબલ વિભાગ દ્વારા ચાલતી
“દેડિયાપાડા મોડેલ સ્કૂલનો અંધેર વહીવટ ચાલે છે.”

આદિવાસી વિધાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, કેમેસ્ટી,
ફિઝિક્સના શિક્ષક નથી .

તાહિર મેમણ : ડેડીયાપાડા – 24/06/2024- દેડિયાપાડા
દેડિયાપાડાના હીલ સ્ટેશન ડુંગર પર ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત “છે મોડેલ સ્કૂલ દેડિયાપાડા ” આવેલી છે. આ આદિવાસીઓના વિધાર્થીઓ માટે કરોડોના ખર્ચે તૈયાર થયેલી છે. આધુનિક સાધનો થી સજ્જ છે. ભૌતિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં ધોરણ ૬ થી ૧૨ ધોરણ ચાલે છે. વર્ગખંડ ૧૨ છે. અંદાજીત ૪૪૦ આદિવાસી વિધાર્થીઓ અભ્યાસ કરે છે. હજુ એડમિશન ચાલુ છે.
કાયમી શિક્ષકો ૬ શિક્ષકો છે. મહા દુઃખની વાત એ છે કે ” ગણિત, વિજ્ઞાન, ફિઝિક્સ, કેમેસ્ટી ના શિક્ષકો નથી? શિક્ષકોની ઘટ છે. જે લેવામાં નથી આવી રહ્યા એકવીસમી સદીએ વિજ્ઞાન
ટેકનોલોજીની સદી છે. એક તરફ ભારત દેશ વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે દેડિયાપાડા જેવા
ટ્રાઈબલ વિસ્તારમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે મોટા
મકાનો મોડેલ સ્કૂલના બનાવી છે જે કાબિલે તારીફ છે. પણ આદિવાસીના બાળકો માટે વિધાર્થીઓ માટે વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો
ની કાયમી ભરતી કરાતી નથી ? આ રીતે આદિવાસી સમાજ ના બાળકો ભણશે ? આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. આ મોડેલ સ્કૂલમાં જુના કોન્ટ્રાક્ટ આધારિત પાંચ શિક્ષકો ૧૫ જુનથી આવે છે. આ શિક્ષકોનો કોર્ટ કેસ ચાલે છે. તેને કારણે આચાર્ય દ્વારા હાજર કરવામાં આવતાં નથી? આ ૦૫ શિક્ષકો પાસે આચાર્ય દ્વારા
બાંહેધરી લખી આપવાની માંગણી કરવામાં આવે છે. કે તમને ગમે ત્યારે છૂટા કરી દેવામાં આવશે , એવી બાંહેધરી તમે લખી આપો તો તમને સ્કુલમાં હાજર કરવામાં આવશે? આ પાંચ શિક્ષકો માં ઘણાં શિક્ષકો પાંચ વર્ષથી દેડિયાપાડા મોડેલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષકોને બાંહેધરી પત્ર લખી આપવાનું મંજુર નથી. કોર્ટ કેસ ચાલે છે. જે નિર્ણય આવે તે હમને માન્ય છે. એમ પાંચ શિક્ષકોએ જણાવ્યું હતું. આ પાંચ શિક્ષકો ૧૫ જુનથી સ્ટાફ રૂમમાં બેસી રહે છે. તેમ છતાં આચાર્ય દ્વારા શિક્ષકોને વર્ગખંડમાં
જવા દેવાની ના પાડે છે. વિધાર્થીઓને શિક્ષણ આપવાની ના પાડવામાં આવે છે. આજે તા. ૨૨ ના રોજ શનિવાર હોવાથી વિધાર્થીઓની સંખ્યા ઓછી હતી. આઠ વાગ્યા છતાં વર્ગમાં શિક્ષકો ન હતા. સમૂહમાં પ્રાર્થના કરાવવામાં આવી
ન હતી ૧૩ જુન માસથી સ્કૂલ ચાલુ થઈ છે. ત્યારે થી આવી પરિસ્થિતિ છે. વિધાર્થીઓ અભ્યાસથી વંચિત છે. વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.
ક્લાસમાં વિધાર્થીઓની હાજરીમાં સાફ સફાઈ
વર્ગખંડમાં સફાઈ કરવામાં આવતી નથી , ચાલુ વગખંડ માં સફાઈ કરવામાં આવે છે. ઘણા વર્ગખંડોમાં
વિધાર્થીઓ એકલા બેઠેલા હતા શિક્ષક હાજર ન હતા.

દેડિયાપાડા મોડેલ સ્કૂલ નું કરોડો રૂપિયાનું બિલ્ડીંગ શિક્ષણ વિના અને શિક્ષકો વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે. આ બાબતે કંઈ કરતા નથી એવી લોકોની બૂમો સાંભળવા મળે છે. શું આ રીતે ભણશે ગુજરાત? એવા પ્રશ્નોએ લોકોમાં જોર પકડયું છે. દેડિયાપાડા મોડેલ સ્કૂલમાં અંધેર વહીવટના કારણે આદિવાસી વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. જેની તપાસ થાય એવી લોકોએ માંગણી કરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button