GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળી તાલુકાનાં ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, મુળી પોલીસ અને ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી 19.9 લાખનો મુદામાલ કબ્જે કરી નવ શખ્સો સામે કાર્યવાહી

તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુ-માફિયાઓ દ્વારા ખનિજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ મુળી પોલીસે પેટ્રાલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન ભેટ ગામની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડયા હતા અને આ મામલે જિલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરતા બંનેએ સંયુક્ત રીતે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ચરખી, ટ્રેક્ટર, મોટરસાઇકલ, કાર્બોસેલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો મૂળી તાલુકામાં ભેટ ગામે ગેરકાયદે કાર્બોસેલની ખાણો કરી કોલસાનું વહન થતું હોવાની બાતમીના આધારે રેડ કરાઇ હતી જેમાં ચરખી, ટ્રેક્ટર, મોટરસાઇકલ, કાર્બોસેલ સહિત 19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 9 શખસ સામે કાર્યવાહી આરંભવામાં આવતા ભૂમાફિયાઓમાં ચકચાર મચી જવા પામી છે મૂળી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પ્રાંત અધિકારી દ્રારા અલગ અલગ ગામોમાં ખનીજચોરી પર રેડ કરવામાં આવી રહી છે અગાઉ અહીં 3 મજૂરના મોત થયા હતા ઘણા સમયથી મૂળી તાલુકામાં પ્રાંત અધિકારી દ્વારા રેડ કરાય છે છતાં કેટલાક ગામોમાં સ્થાનિક તંત્રની ભલમન શાહીથી છાણા ખૂણે ગેરકાયદે ખાણો રાતના અંધારામાં ધમધમી રહી છે ભેટ ગામે અગાઉ ગૂંગળા મણથી 3 જેટલા મજૂરના મોત થયા હતા ગેરકાયદેસર કાર્બોસેલના 10 કુવાઓ, 10-ચરખી, 3-ટ્રેકટર, કંમ્પ્રેસર, બાઈક સહિત કુલ રૂ.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો મુળી પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જે દરમિયાન ભેટ ગામની સીમમાં રેઈડ કરતા ગેરકાયદેસર કાર્બોસેલના 10 કુવાઓ પર ખનન થતું હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમને જાણ કરતા સ્થળ પર આવી તપાસ હાથધરી હતી જે દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના 10 કુવાઓ પરથી ખનન દરમિયાન ઉપયોગમાં લેવાયેલ 10-ચરખી, 3-ટ્રેકટર, 1-કંમ્પ્રેસર, 1-બાઈક, લોખંડા પાઈપ નંગ-20 સહિત કુલ રૂ.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરનાર 9 શખ્સો મનસુખભાઈ સોમાભાઈ, વિરમભાઈ છનાભાઈ સાપરા, સુરેશભાઈ કાળુભાઈ દુધરેજીયા, અરવિંદભાઈ ધીરૃભાઈ દુમાદીયા,જનકભાઈ શીવાભાઈ ગાંગડીયા, ખોડાભાઈ વાલજીભાઈ શિયાળ, ભરતભાઈ બાબુભાઈ દુમાણીયા તમામ રહે, ભેટ મુળી અને, મેરૃભાઈ ભલાભાઈ સાપરા રહે.સારસાણા તા.થાન, દિનેશભાઈ એસ.ધોળીયા રહે.ગાંજીયાવદર તા.વાંકાનેરવાળા સામે કાયદેસરી કાર્યવાહી હાથધરી છે.

Back to top button
error: Content is protected !!