GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લાની આઇ.ટી.આઇ.માં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટે બીજા રાઉન્ડની મહત્વપૂર્ણ તક

જૂનાગઢ જિલ્લાની આઇ.ટી.આઇ.માં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટે બીજા રાઉન્ડની મહત્વપૂર્ણ તક

જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી તેમજ અનુદાનિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.)માં વર્ષ–૨૦૨૬ના પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ દરમિયાન ઓનલાઈન અરજી ન કરનાર ઉમેદવારો હવે બીજા રાઉન્ડ માટે ઓનલાઈન અરજી કરીને સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ, મહિલા આઈ.ટી.આઇ. જૂનાગઢ, કેશોદ, માણાવદર, વંથલી, માળીયા હાટીના, માંગરોળ, ભેસાણ તથા વિસાવદરની સરકારી આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ મેળવી શકશે. આવા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરાવી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર અને બીજા રાઉન્ડમાં પોતાની પસંદગીની સંસ્થા અથવા ટ્રેડમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ તથા મેરીટના આધારે પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો તા. ૧૯/૦૭/૨૬ના રોજ બપોરે 3:00 કલાકથી તા. ૨૨/૦૭/૨૬ દરમિયાન પોતાના ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં જરૂરી સુધારા-વધારા કરી શકશે. ઉપરાંત તેઓ Choice Fillingમાં ફેરફાર કરી શકશે તેમજ બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે Online Consent આપી શકશે.બીજા રાઉન્ડ માટે ઓનલાઈન અરજી કરનાર દિવ્યાંગ ઉમેદવારોએ તા. ૨૦/૦૭/૨૬થી તા. ૨૨/૦૭/૨૬ દરમિયાન VRC, અમદાવાદ ખાતે ટ્રેડ સૂટેબિલિટીનું પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.જૂનાગઢ જિલ્લાના પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારોને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી તેમજ અન્ય જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયા અંગે વધુ માહિતી, માર્ગદર્શન અથવા ઓનલાઈન અરજી માટે ઉમેદવારો સરકારી આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકશે. તેમ આચાર્યશ્રી, જૂનાગઢ જિલ્લા આઈ.ટી.આઈ. દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!