INTERNATIONAL
ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા

ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. શુક્રવારે એરલાઈને માહિતી આપી હતી કે, 8 ઓગસ્ટ સુધીની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, તેલ અવીવની ફ્લાઈટ્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
આ તરફ એર ઈન્ડિયા કંપની ઈઝરાયેલની સ્થિતિ પર નજર રાખી રહી છે. કંપનીએ કહ્યું કે, મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
નોંધનિય છે કે, તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત બાદ ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની ચેતવણી બાદ મધ્ય એશિયા ક્ષેત્રમાં સ્થિતિ તંગ છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.





