BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી માં ભગવાન જગન્નાથજી ની 31 મી ભવ્ય શોભાયાત્ર, પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત હેઠળ રથયાત્રા એ નગર પરી ભ્રમણ કર્યું

27 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધાર્મીક ઉત્સવ સેવા સમીતી દ્વારા જયજગન્નાથ નાં જય ઘોસ સાથે નિકાળવામાં આવી છે. ને જાણે વર્ષો બાદ ફરી ભગવાન જગન્નાથજી બહેન સુબ્રધ્રા અને ભાઇ શ્રી બલરામ અંબાજી ની નગરચર્યા એ નિકળ્યાં હોય તેવું લાગતુ હતુ. આજે રાધાકૃષ્ણ મંદિર થી આ રથયાત્રા હળવા વરસાદી ઝાપટા સાથે ભગવાન જગન્નાથજી ની આરતી કર્યા બાદ રથયાત્રા નગરયાત્રા માટે નિકાળવામાં આવી હતી. ને આ વખતે મામેરુ પણ બંધ રાખવામાં આવ્યુ હતુ. જ્યારે ભક્તો દ્વારા રથયાત્રા માં જોડાયેલાં તમામ ભક્તો માટે ભંડારા નું પણ આયોજન કરવામાં આવતુ હોય છે તે પણ આ વખતે મોકુફ રાખવામા આવ્યુ હતુ, ધાર્મીક ઉત્સવ સેવા સમીતીના પ્રમુખ એ જણાવ્યુ હતુ કે આ 31 મી રથયાત્રા છે ના હજી સુધી કોઈજ અનિચ્છનીય બનાવ બન્યા વગર શાંતિપુર્ણ માહોલમાં રથયાત્રા નીકળતી આવી છેને પોલીસ ની પૂરતો સહયોગ મળી રહેતા પોલીસ નાં બંદોબસ્ત સાથે શાંતી પુર્ણ માહોલ માં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ફરી હતી. જેને લઇ અંબાજી માં ભક્તીમય વાતાવરણ સર્જાયુ હતુ.ને જાંબુ કાકડી ને ફણગારેલા મગ નો પ્રસાદ પણ વહેચવામાં આવ્યો હતો આ રથયાત્રા નગરચર્યા કર્યા બાદ ફરી માનસરોવર પાસે રાધા કૃષ્ણ મંદિર ખાતે પૂર્ણ
કરવામાં આવશે તેમ સુનિલ અગ્રવાલ(પ્રમુખ,ધાર્મીક ઉત્સવ સેવા સમીતી) અંબાજીએ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!