GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

અમેરિકા ખાતે ગુજરાત ની દીકરી વેદાંશી સોની એ ગુજરાત નું ગૌરવ વધાર્યું.નિબંધ સ્પર્ધામાં પ્રથમ કમાંક પ્રાત કર્તા પરિવારમાં ખુશી.

 

તારીખ ૨૬/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકાના વેજલપુર ગામની વતની હાલ અમેરિકામાં ધોરણ ચાર માં અભ્યાસ કરતી ગુજરાત ની દીકરી વેદાંશી સોની એ શાળા માં નિબંધ સ્પર્ધા માં ભાગ લીધો હતો અને સૈનિકોની સેવા, સમર્પણ અને દેશપ્રેમ અંગે નિબંધ લખી શાળા માં પ્રથમ કમાંક મેળવ્યો હતો જેથી શાળા દ્વારા સ્કૂલના વિશાળ ઓડિટોરીયમમાં વિશાળ આયોજન કર્યું હતું જેમાં વેદાંશીએ ત્રણ મિનિટ ની સ્પીચ આપી ને ગુજરાત નું ગૌરવ વધાર્યું ધોરણ ૪ માં અભ્યાસ કરતી વેદાંશી સોની એ શાળા માં નિબંધ સ્પર્ધા માં પ્રથમ કમાંક મેળવ્યો હતો અને વેજલપુર, કંચનલાલ મોહનલાલ સોનીની પૌત્રી વેદાંશી સોની, જે હાલમાં મેકેનિક્સબર્ગ, પેનસિલ્વેનિયા (USA) ખાતે રહે છે અને ચોથી ધોરણમાં અભ્યાસ કરે છે, તેને હેમ્પડેન એલિમેન્ટરી સ્કૂલમાં યોજાયેલા વેટરન્સ ડે કાર્યક્રમમાં ભાષણ માટે કુલ 120 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થી તરીકે પસંદ કરવામાં આવી હતી નવેમ્બર 2025 ના રોજ સવારે 11 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં US Army, US Marine Corps અને US Air Force ના આશરે 50 નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. વેદાંશી એ સૈનિકોની સેવા, સમર્પણ અને દેશપ્રેમ અંગે 3 મિનિટનું ભાષણ આપ્યું હતું વેદાંશીને ખુબજ માન સન્માન આપવામાં આવ્યું હતું.સ્કૂલના વિશાળ ઓડિટોરીયમમાં 900 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વેદાંશીના આત્મવિશ્વાસભર્યા, સ્પષ્ટ અને હૃદયસ્પર્શી ભાષણની સર્વત્ર પ્રશંસા થઈ હતી.વેદાંશી સોનીની આ અદભૂત સિદ્ધિએ માત્ર તેના પરિવારને જ નહિ, પરંતુ વેજલપુર તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જેથી તેના પરિવાર જનો આનંદથી ગર્વિત બનાવ્યા છે.

Back to top button
error: Content is protected !!