BHARUCHGUJARATJHAGADIYA

ઝગડિયાના ભાલોદ ગામમાં વર્ષાઋતુમાં મોરના રંગબેરંગી પીંછા ફેલાવી કરવામાં આવતી કળાનો અદ્ભૂત લ્હાવો નિહાળી લોકો આફરીન 

ઝગડિયાના ભાલોદ ગામમાં વર્ષાઋતુમાં મોરના રંગબેરંગી પીંછા ફેલાવી કરવામાં આવતી કળાનો અદ્ભૂત લ્હાવો નિહાળી લોકો આફરીન

રંગબેરંગી પીંછા અને માથે મુગટથી શોભતા મોર પક્ષી ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં દેખાય છે

 

 

ભાલોદ ગામે મોરના મધુર અવાજે તેની આજુબાજુના વાતાવરણને મનોહર બનાવ્યું

 

 

 

વર્ષાઋતુ દરમિયાન કળા કરતા મોરનું દ્રશ્ય એક મનોહર દ્રશ્ય ગણાયછે. આવુજ મનોહર દ્રશ્ય ઝગડિયા તાલુકાના ભાલોદ ગામે લોકો જોઈ આફરીન પુકારી ઉઠ્યા હતા મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. સામાન્યરીતે દરેક પક્ષીઓના શરીર પીંછાથી આચ્છાદિત થયેલા હોય છે, પક્ષીઓના પીંછા રંગબેરંગી હોવાથી પીંછા પક્ષીઓની શોભા વધારતા હોય છે. મોર એક સર્વ સ્થળોએ જાણીતું અને માનવવસ્તીની નજીકમાં રહેતું મોટું પક્ષી છે. સામાન્યરીતે નર મોર તેના રંગબેરંગી પીંછા માટે જાણીતું પક્ષી ગણાય છે. પક્ષીઓના પીંછાથી પક્ષીઓની પુંછડી બનેલી હોય છે. વર્ષા ઋતુમાં વાદળોના ગડગડાટ સમયે જ્યારે વરસાદની તૈયારી જણાતી હોય તેવા સમયે રંગીન પીંછા ધરાવતા નર મોર દ્વારા પીંછા ફેલાવીને નૃત્યની અદામાં કરાતી કળા મોરકળાના રૂપે જાણીતી છે.કળા દરમિયાન મોર તેના પીંછાઓને ઉંચા કરીને ગોળાકાર સ્થિતિમાં ફેલાવે છે,મોરની આ અદાને આપણે મોરની કળા તરીકે ઓળખીએ છીએ. સામાન્યરીતે નર મોર દ્વારા પીંછા ફેલાવીને કરાતી મોરકળા માદા મોર (ઢેલ મોર ) ને આકર્ષવા માટે કરવામાં આવતી હોય છે. મોરના માથા પર સુંદર મુગટ હોય છે, જે મોરની શોભામાં વધારો કરે છે. વળી મોરની લાંબી ગરદન પરના સુંદર મખમલી રંગ મોરની સુંદરતામાં મોટો વધારો કરે છે. ભારત સરકારે ૨૬ મી જાન્યુઆરી ૧૯૬૩ નારોજ મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કર્યું છે. મોરની ગણના એક મોટા પક્ષી તરીકે થાય છે.સામાન્યરીતે વિવિધ જાતના બીજ, ફળો, જંતુઓ અને નાના સરિસૃપ સહિતના વિવિધ ખોરાક આરોગતો મોર સર્વભક્ષી પક્ષી ગણાય છે. ભારતીય પૌરાણિક કથાઓમાં પણ મોરનું વર્ણન આવતું હોઇ મોરની એક પવિત્ર પક્ષી તરીકે ગણના થાય છે. મોરનો મધુર અવાજ તેની આજુબાજુના વાતાવરણને મનોહર બનાવે છે. ગામડાઓમાં ઘણા સ્થળોએ મોર દેખાતા હોય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા સહિતના કેટલાક ગામોએ લાંબા સમયથી મોર દેખાય છે,જેનો મધુર અવાજ વાતાવરણને મધુરતા બક્ષતો હોય છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!