ભરૂચ જિલ્લાઓમા ડીઆરડીએ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગામ્ય કક્ષાએ સીએલએફ કચરે સે કંચન વર્કશોપ અને સખી ટોક શો કાર્યક્રમ યોજાયો
સમીર પટેલ, ભરૂચ
****
– – ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લામાં ગામ્ય કક્ષાએ સીએલએફ દ્વારા સખી કાર્યક્રમ અને કચરે સે કંચન વર્કશોપ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નૈતિકા પટેલની આગેવાની હેઠળ જિલ્લામાં NRLN અને SBM યોજના અંતર્ગત જિલ્લાના તમામ ક્લસ્ટર લેવલ ફેડરેશન સીએલએફ દ્વારા સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા જુદા- જુદા ગામોમાં અને વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સખી કાર્યક્રમ અને કચરે સે કંચન વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામા “સ્વચ્છતા હી સેવા”અભિયાન અંતર્ગત તમામ તાલુકાના સીએલએફ દિઠ ૨૭ ” સખી ટોક શો “કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ૧૫૯૮ થી વધારે જૂથની બહેનોએ ભાગ લીધો હતો.સ્વચ્છતા વિશે સ્વસહાયજૂથની બહેનોને સ્વચ્છતાની જાગૃતિ માટે સંવાદ કાર્યક્રમ કરવામાં આવેલો હતો.
આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સખી અને પશુ સખી દ્વારા બહેનોને વર્મી કમ્પોસ્ટ, ઘન જીવામૃત, જીવામૃત ,સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપ્યુ હતુ. સ્વચ્છતા જાળવવામાં મહિલાઓની ભૂમિકા મહત્વની હોય છે. આ કાર્યક્રમમાં મહિલાઓને પશુ રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવા અંગે વાત કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલા આ સખી કાર્યક્રમમાં જુદા – જુદા વિસ્તારમાં જિલ્લાની ૭૬૦૦ બહેનો કાર્યક્રમ ઉપસ્થિત રહી હતી. સ્વચ્છતાના શપથ સ્વચ્છતા રેલી,તેમજ મહિલાઓને સૂકો કચરો અને ભીનો કચરા વિશે અલગ અલગ કરવા માટે સમજ અને વર્મી કમ્પોસ્ટ, પશુ શેડની સ્વચ્છતા વગેરે જેવા વિષય પર માહિતી આપવામાં આવા હતી. તેમાં કૃષિ સખી અને પશુ સખી તેમજ અન્ય મહિલાઓ કે જે વ્યાખ્યાન આપી શકે તેવી બહેનોને વધારે ને વધારે પ્રમાણમાં સહભાગી થયા હતા.