તા.૨૨.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના મોટી રાબડાળ ગામમાં એક દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ મોટી રાબડાળ ગામના તળાવ માથી મળી આવતા પરિવાર જનોમાં ગમગીની છવાઈ
આજરોજ તા.૨૨.૧૧.૨૦૨૪ ના શુક્રવારે ૭.૦૦ કલાકે વાત કરિયેતો દાહોદ તાલુકાના રાબડાળ ગામના ખડીયા ફળીયામાં રહેતા ૨૫ વર્ષીય શૈલેષભાઈ નારૂભાઈ ખડીયા જે પોતાની હીરો હોન્ડા કંપનીની GJ.O6.FG 8914 નંબરની મોટર સાઇકલ લઈ ગઈ કાલ બપોરના ત્રણ કલાકની આસપાસ ઘરેથી નીકળ્યા હતા.ત્યારે મોડી સાંજ સુધી શૈલેષભાઈ ઘરે ન આવતા પરિવાર જનોએ તેમને ફોન લગાવી સંપર્ક કરવા કોશીશ કરી પણ શૈલેષભાઈ ઘરે ફોન મૂકી ગયા હોવાની જાણ પરિવાર જનોને તથા પરિવાર જનો ચિંતામાં મુકાયા હતા.અને પરિવાર જનોએ શૈલેષભાઈની આસપાસના વિસ્તારોમા શોધ ખોળ હાથ ધરી હતી.ત્યારે બીજા દિવસે એટલે આજરોજ તા.૨૨.૧૧.૨૦૨૪ ના શુક્રવારે ૪.૦૦ કલાકની આસપાસ પરિવાર જનો ગામમાં શૈલેષભાઈની શોધ ખોડ કરી રહ્યા હતા.ત્યારે શૈલેષભાઈની હીરો હોન્ડા કંપનીની સ્પલેન્ડર મોટર સાઇકલ ગામના મોટી રાબડાલ ગામના તળાવ નજીક જોવા મળતા પરિવાર જનો તેમજ ગ્રામ જનો મોટી રાબડાલના તળાવ ખાતે એકઠા થયા.અને તળાવની આસપાસ શોધ ખોળ હાથ ધરતા તળાવના કીનારે શૈલેષભાઈ ની ચંપલ જોવા મળતા પરીવાર જનોને સંકા ગઈ કે કઈ ને કઈ ખોટુ થયું છે.અને ગ્રામજનોએ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગનો સંપર્ક કરી બિલાડી નાખી કલ્લાકોની જેહમત બાદ શૈલેષભાઈની લાશ મળી આવતા પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું.શૈલેષભાઈની લાશ તળાવ માંથી બહાર કાઢતા શૈલેષભાઈના મોઢાના ભાગે કોઈ ત્રિષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ જોવા મળતા શૈલેષભાઈની સાથે કઈ ખોટું થયું હોવાની જોવાતા ત્યારે પરિવાર જનોએ દાહોદ ગ્રામ્ય પોલીસનું સંપર્ક કરી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પંચનામો કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પૂછતાજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે