
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારની કરોડોની ગ્રાંટ ગળતર બનતા તપાસનો વિષય બન્યો..
ડાંગ જિલ્લા પંચાયતનાં શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓનાં નવા ઓરડાઓ તકલાદી બનતા ચોમાસામાં સ્લેબમાં વરસાદી પાણી લીકેજ થઈ જતા કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ બાંધકામ નબળુ બની જતા આદિવાસી વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહા છે.ડાંગ જિલ્લા પંચાયતનાં શિક્ષણ સમિતિ હસ્તકની નિમપાડા અને ચિચધરા પ્રાથમિક શાળાનાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલ શાળાનાં ઓરડાઓમાં ઇજારદારે બાંધકામમાં ધારાધોરણ વિનાનું નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરતા ઓરડાનાં સ્લેબમાં ક્ષતી રહી જતા વરસાદી પાણી ઓરડામાં ટપકતું હોય સરકારી કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ સુવિધાઓને બદલે દુવિધા ઉભી થવા પામી છે,કેમકે વર્ષો પહેલા લાકડા અને નળીયાની બનેલ શાળાઓ મજબૂત અને સુરક્ષિત હોય હાલ કરોડો રૂપિયાનાં આંધણ બાદ બનેલ પાકુ બાંધકામની શાળાઓનાં સ્લેબમાં પાણી લીકેજ થઈ જતા બિલ્ડીંગ નબળી બની જતા તેની મજબૂતાઈ સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે.સુબીર તાલુકાનાં આંતરિયળ વિસ્તારનાં નિમપાડા પ્રાથમિક શાળાનાં નવા બની રહેલા ઓરડાઓના તકલાદી બાંધકામ અંગે ગ્રામજનો દ્વારા જેતે સમયે સંબધિત અધિકારીઓને ધ્યાન દોરવા છતા ભ્રષ્ટ અધિકારીઓએ ઈજરાદાર સામે કોઈ નક્કર પગલા ન લેતા કરોડોનાં ખર્ચ બાદ પણ બિલ્ડીંગનાં સ્લેબ અને બારી પાસે લીકેજ રહી જતા સરકારી કરોડોની ગ્રાંટ પાણીમાં ગઈ હોવાનો અહેસાસ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે.જૂન મહિનામાં રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આદિવાસી ભૂલકાઓને ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં બીલીઆંબા પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અન્ય નવી બનેલ શાળાઓમાં ઈ પ્રવેશ કરાવ્યો હતો,જેમા આહવા તાલુકાનાં બોરખલ પ્રાથમિક શાળાની બિલ્ડીંગમાં વરસાદી પાણી ટપકવાની ફરિયાદો ઉઠી હતી,ત્યારબાદ હવે સુબીર તાલુકાની નિમપાડા પ્રાથમિક શાળાની બિલ્ડીંગમાં પણ લીકેજ રહી જતા બન્ને શાળાનું બાંધકામ એકજ એજન્સીનાં ઈજારાદાર કરવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યુ છે.ત્યારે નિમપાડા અને ચિચધરા પ્રાથમિક શાળામાં ઈજારદાર દ્વારા બાંધકામમાં નકરી વેઠ ઉતારી ક્ષતી રહી ગયેલ શાળા બિલ્ડીંગને હાલ ચોમાસુ પૂર્ણ થવાની રાહ જોવા સાથે લીકેજ ક્ષતિગ્રસ્ત સ્લેબ સહીત બારી પાસે ચૂનો ચોપડી છુપાવવાની હીન કોશિશ થઈ રહી હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે.ત્યારે શાળા જેવી પવિત્ર એકમમાં ભ્રષ્ટ્રચારીઓનો ભોરિંગ આભડી જતા હાલ સરકારી કરોડો રૂપિયાના આંધણ બાદ પણ બિલ્ડીંગ નો કબ્જો સોંપાય તે પહેલા રહી ગયેલ ક્ષતી કેવી રીતે દૂર થશે કે ચાલુ શાળાએ મોટી દુર્ઘટના સર્જાસે તેની જવાબદારી કોની બનશે તે એક સવાલ જ બની રહેવા પામ્યો છે.આ બાબતે ડાંગ જિલ્લા પંચાયતનાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.બી.પટેલે જણાવ્યુ હતુ કે હું હાલમાં જ સર્વ શિક્ષા અભિયાન વિભાગનાં ઈજનેરને સ્થળ તપાસ કરવા માટે સૂચના આપુ છુ..





