થરાદ KVK ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે જિલ્લા અંદર તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે આત્મા પ્રોજેક્ટ વાવ-થરાદ અંતર્ગત જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત માન. શ્રી એચ.જે. જિંદાલ, પ્રોજેક્ટ ડિરેક્ટર-વ-નાયબ ખેતી નિયામક (તાલીમ), બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ તાલીમ અને પોષણક્ષમતા માટે ફૂડ સિક્યુરિટી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમમાં થરાદ, રાહ, વાવ, ધરણીધર અને સુઈગામ તાલુકાના આત્મા F.I.G. ગ્રુપની બહેનોએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન શાકભાજીમાં પ્રાકૃતિક કૃષિ અંગે કે.વી.કે. થરાદના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સચિનભાઈ માલવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મોડેલ ફાર્મ તેમજ પંચસ્તરીય મોડેલ ફાર્મ અંગે કે.વી.કે. થરાદના ડો. સતિષભાઈ ચુડાસમા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે, તેના ફાયદા અંગે જાગૃતિ વધે તેમજ વાવ-થરાદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધે તે માટે માન. શ્રી એચ.જે. જિંદાલ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ કાર્યક્રમના અંતે પી.ડી. ગલસર, બી.ટી.એમ. દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે ઉપયોગી માહિતી મળી હતી.





