GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરનાં પાંચ પાર્ટી પ્લોટમાં આયોજન માટે અરજી કરાઇ, પાર્ટી પ્લોટમાં ગુનેગારોને સ્ટેજ પર બોલાવી સિનસપાટા કરનાર સામે સ્થળ પર જ કાર્યવાહી

તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં પણ નવરાત્રિના તહેવારના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આગમી દિવસોમાં નવરાત્રીના આયોજનો થનાર છે ત્યારે નિયમો નક્કી કરાયા છે અને અરજી પ્રક્રિયા શરૂ કરાઇ છે ત્યારે વઢવાણ પ્રાંત અધિકારી પાસે ખાનગી પાર્ટી પ્લોટ માટે 5 અરજી લઇ જવાઇ છે જે મામલે તપાસ સહિત કાર્યવાહી હાથ ધરાનાર છે ત્યારે વિસરાતા શેરીગરબી વચ્ચે ફરી શહેરમાં 2 વર્ષથી પાર્ટી પ્લોટ કલ્ચર શરૂ થયા છે આગામી સમયમાં માતાજીની આરાધનાના નવલા નોરતાનો પ્રારંભ થનાર છે જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિત વિસ્તારોમાં 40થી વધુ નાની મોટી શેરી ગરબીઓ થતી હોય છે ત્યારે હાલ શેરી ગરબાને ટકાવી રાખવાની વાતો વચ્ચે 2 વર્ષથી અગાઉ જેમ ફરી પાર્ટી પ્લોટને મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે આ વર્ષ પણ નવરાત્રીના આયોજન માટે તંત્રે તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે આ ગરબાઓમાં મહિલાઓની સુરક્ષા સહિતના પ્રશ્ને કલેક્ટર રાજેન્દ્રભાઇ પટેલે તાજેતરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ, આગેવાનો, ગરાબ આયોજકો સહિતના સાથે બેઠ કરી હતી જેમાં વિવિધ વ્યવસ્થા માટે સૂચના આપી હતી લોકોની અવરજવર માટે સીટી બસને મોડે સુધી ચલાવવા જ્યારે કોઇ પણ અસામાજીક તત્વોને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત રાખવા આદેશ કરાયા હતા જ્યારે ખાનગી પાર્ટી પ્લોટના મંજૂરી મામલે પણ આકરા નિયમો નક્કી કરવામાં આવ્યા છે જે સાથે વઢવાણ પ્રાંત અધિકારી મેહુલકુમાર ભરવાડની કચેરીએ ફોર્મ વિતરણ પ્રક્રિયા હાથ ધરાઇ છે જેમાં અત્યાર સુધીમાં 5 ફોર્મ લઇ જવાયા હોવાનું અને 2 ફોર્મ પરત આપ્યાનું જણાવાયું હતું ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ બાદ ખાનગી પાર્ટી પ્લોટને મંજૂરી અપાશે.

Back to top button
error: Content is protected !!