GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ હજરત ફુલ શહીદ બાબા તેમજ ઉર્ષે આલા હઝરતની ઉજવણી કરાઇ

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૮.૨૦૨૬

હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ હઝરત ફુલ શહીદ બાબા તેમજ ઉર્ષે આલા હઝરતના ઉર્ષ ની ઉજવણી સોમવાર ના રોજ આણંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.જ્યારે આ ઉર્ષ ની ઉજવણીના ભાગરૂપે સોમવારે સાંજે હાલોલના લીમડી ફળિયા ખાતેથી સંદલ શરિફ નું ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.અને ત્યારબાદ દરગાહ ખાતે આવી પહોંચ્યું હતું.જે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી.જ્યારે આ ઉર્સમાં મદ્રસએ અમીરે મિલ્લત ના નાના ભૂલકાઓએ નાતો મનકબત પેસ કરી હતી.અને તમામ ભૂલકાઓને દરગાહ કમિટી દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મૌલાના યાકૂબ રઝવી દ્વારા તકરીર ફરમાવી હતી અને સલાતો સલામ તેમજ દુવા પેસ કરવામાં આવી હતી.જ્યારે રજા યંગ સર્કલ દ્વારા ભવ્ય નીયાઝ એટલે કે લંગર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મોટી સંખ્યામાં અકિદત મંદો એ નિયાઝ નો લાભ લીધો હતો જ્યારે આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના સજ્જાદા નશીન સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરી અને હાલોલના ઉલમાએ ઈકરામ હાજર રહ્યા હતા.જ્યારે આ ઉર્ષ ની ઉજવણી માં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉર્સ નો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!