કાલોલ માં આંઠ વર્ષીય પઠાણ સકીનાબાનુ અને મોહમ્મદ આવેશબેગ મીરઝા એ એક મહિનાના રોઝા રાખી ખુદાની બંદગી કરી.
તારીખ ૩૧/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રમઝાનના પવિત્ર માસની શરૂઆત થઈ ગઈ હતી જ્યાં રમઝાન નો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝા રાખી નમાજ પઢી અને દુઆઓ ગુજારી બંદગી કરી હતી જ્યાં મુસ્લિમ સંપ્રદાયના મહત્વનો કહી શકાય એવા ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમો માસ એટલે પવિત્ર રમઝાન માસ કાળઝાળ ગરમીમા નાના ભૂલકાઓ એ પણ રોજા રાખી પોતાના રબ ને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કાલોલ કસ્બા વિસ્તારમાં રહેતી આંઠ વર્ષીય બાળકી સકીનાબાનુ સબ્બીરખાન પઠાણ તેમજ મોગલવાડા વિસ્તારમાં રહેતા ૧૧ વર્ષીય બાળક મુહમ્મદ આવેશબેગ ફરીદબેગ મીરઝા એ પવિત્ર રમઝાન માસ દરમિયાન આખાં મહિના નાં રોઝા નમાઝ પઢીને અલ્લાહની બંદગી કરી હતી જ્યાં આંઠ વર્ષીય બાળકી સકીનાબાનુ અને ૧૧ વર્ષીય બાળક મુહમ્મદ આવેશબેગ ના પરિવારજનોનાં માર્ગદર્શન હેઠળ એક મહિના રોઝા રાખતા આ બન્ને માસુમ બાળકોને પ્રોત્સાહિત કરવા પરિવારજનો તેમજ સગાંસંબંધીઓ એ અભિનંદન આપીને તેઓની એકાગ્રતા અને હિંમત ને બિરદાવી તેઓને ફુલહાર કરી ઉત્સાહ વધાર્યો હતો.