GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં જગદગુરુ વલ્લભાચાર્યજી નો ૫૪૮મો પ્રાદુભાવ મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાયો

તારીખ ૨૫/૦૪/૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સમસ્ત વૈષ્ણવ સમાજ ધ્વારા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી નો પ્રાદુભાવ મહોત્સવ એવમ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી નો પ્રાગટય દિવસ મનાવી ધન્યતા અનુભવી.આ ઉત્સવ ના ઉપલક્ષય મા પ.પુ.પા ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ધ્વારા સમસ્ત વલ્લભીય વૈષ્ણવો ને ખુબ ખુબ વધાઈ પાઠવી હતી.જેમાં સૌ પ્રથમ વહેલી સવારે પ્રભાતફેરી શ્રી ગોવર્ધનનાથજી મંદિર માથી પ્રસ્થાન કરવામા આવી હતી.ત્યાર બાદ શ્રી ગોવર્ધનનાથજી હવેલી મા શ્રીના પલના – નંદ મહોત્સવ ના દર્શન સવારે ૧૨=૦૦ કલાકે થયા હતા જેમા સમગ્ર કાલોલ વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવ ભાઈ બહેનોએ દર્શન નો અલૌકીક લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે બેન્ડ વાજા સાથે હવેલી માંથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી ના પ્રાદુભાવ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.





