આહવાનાં દીવાનટેંમ્બરૂન ગ્રા.પં. વિસ્તારમાં ડસ્ટબીન ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ
MADAN VAISHNAVFebruary 12, 2025Last Updated: February 12, 2025
13 2 minutes read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં ડસ્ટબીન ખરીદીમાં ગેરરીતિ આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી મનીષ મારકણા દ્વારા કરવામાં આવી રહ્યા છે.તેમજ આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી મનીષ મારકણાએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી મનીષ મારકણા એ ગુજરાત સરકારની “મેરી પંચાયત” નામની એપ્લિકેશનમાં દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતના થયેલ/બાકી રહેલ કામોની વિગતો જોઈ હતી. ત્યારે દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં જાહેર સ્થળો અને સ્કુલો અને આંગણવાડી પર કચરાપેટીના સાધનો (ડસ્ટબીન) ની 15 માં નાણાંપંચ (ગ્રામ્ય કક્ષા)માં વર્ષ 2020-21 ની કામગીરી બાબતનો ઉલ્લેખ થયો હતો.જેથી મનીષભાઈએ “મેરી પંચાયત” એપ્લિકેશનમાં ઉપરોક્ત બાબતે તપાસ કરતા એમાં કોઈ ફોટા અને ખરીદી બાબતે કોઈ જાણકારી ન હતી. જેથી મનીષભાઈએ રૂબરૂ દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતના ગામોમાં તપાસ કરી હતી.ત્યારે ગામોમાં ડસ્ટબીન ફિટ/લાગેલી હતી. ત્યાં અમુક ગામના લોકો પાસે પૂછપરછ કરી ત્યારે ગામના લોકો દ્વારા કહેવામાં આવેલ આ ડસ્ટબીન ઘણા સમય પહેલા ફિટ/લગાવેલી છે. ત્યારે મનીષભાઈએ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયત પાસેથી માહિતી માંગેલ હતી.ત્યારે માહિતી આધિકારી દ્વારા મનીષભાઈને લેખિતમાં જણાવેલ કે, વર્ષ 20-21માં ડસ્ટબીન બાબતે કોઈ ખરીદી કરવામાં આવેલ નથી.જેથી મનીષભાઈને આ બાબતે વધુ શંકા જતા મનીષભાઈએ પ્રથમ અપીલ અધિકારીને પ્રથમ અપીલ કરેલ ત્યારે પ્રથમ અપીલ આધિકારી પાસે દલીલ કરેલ અને મનીષભાઈને ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરેલ હતા.જેના તમામ પ્રુફ સાથે રજૂઆત કરેલ ત્યારે પ્રથમ અપીલ આધિકારી દ્વારા તાત્કાલિક દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં વર્ષ 2020-21 ની ડસ્ટબીન બાબતે તપાસ કરી મનીષભાઈને માહિતી પુરી પાડેલ હતી.જે માહિતી જોતા પણ વિચારમાં પડી ગયા કે દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં વર્ષ 2020-21 ની ડસ્ટબીન ઘણા સમય પેલાજ ફિટ/લાગી ગઈ છે.ત્યારે આ ડસ્ટબીન બાબતે કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી થઈ અને હાલમાં ડસ્ટબીન બાબતે ટેન્ડર પ્રક્રિયા કરેલ છે.ત્યારે જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ડસ્ટબીન ખરીદીનો ભ્રસ્ટાચાર બહાર ખુલો પડી શકે છે.દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં વર્ષ 20-21 ની ડસ્ટબીન કઈ એજન્સીએ લગાવી હતી અને કોના આદેશથી કામગીરી કરવામાં આવેલ છે.દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં 2020-21 ની ડસ્ટબીનનું ટેન્ડરમાં કઈ એજન્સીઓએ ટેન્ડર ભરેલ છે.અને કઈ એજન્સીને કામગીરી નક્કી કરવામાં આવશે.દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં વર્ષ 20-21ની ડસ્ટબીન ખરીદીની વહીવટી 16/9/2021 માં મળેલ તો 5/12/2024 સુધી ખરીદીની પ્રક્રિયા કેમ ના કરી એની તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.ત્યારે આ અંગે દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં વર્ષ 20-21ની ડસ્ટબીન ખરીદી તપાસ કરવામાં આવે અને ડસ્ટબીન બાબતે અને અન્ય કામો અને ખરીદીનાં તમામ ચુકવણા બીલો અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મનીષ મારકણાએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
તસ્વીર -પ્રતિકાત્કમ
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVFebruary 12, 2025Last Updated: February 12, 2025