કાલોલ નગર માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજ્યાદશમી નિમિતે પથ સંચલન અને વિજ્યાદશમી ઉત્સવની ઉજવણી કરાઇ.
તારીખ ૦૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના ના શતાબ્દી વર્ષ અંતર્ગત કાલોલ નગરની ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે ના પટાંગણમાં પૂર્ણગણવેશ માં સ્વયંસેવકો સજ્જ બનીને નગર ના મુખ્ય માર્ગો પર પથ સંચલન કર્યુ તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે મુખ્ય મહેમાન પ્રકાશભાઈ ગાંધી અને સંઘ પ્રાચારક પ્રાંત કાર્યકારિણીની સદસ્ય વક્તા સુરેશભાઈ લીંબડ ની ઉપસ્થિતિમાં કાલોલ નગર કાર્યવાહક સંજય પટેલ દ્વારા આમંત્રિતો નુ સ્વાગત કરવામાં આવ્યુ. મુખ્ય વક્તા સુરેશભાઈ લીંબડ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો વિશે જાણકારી આપી હતી.શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને પથ સંચાલન તેમજ શસ્ત્ર પૂજા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વયં સેવકો દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું હતું અને હિન્દુ સમાજમાં ઉત્સાહ અને સંચય ના ઉદેશ થી તથા સમાજમાં વ્યાપ્ત આસુરી શક્તી નો ક્ષય થાય તે હેતુ થી પથ સંચાલન તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ.