GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના કંડાચ ગામે ફરજ બજાવતા શિક્ષકે અન્ય શિક્ષિકા નુ બાવડુ પકડી છેડતી કરી ધમકીઓ આપતા ફરિયાદ.

 

તારીખ ૨૨/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના કંડાચ ગામની પ્રાથમિક શાળામાં આસિસ્ટન્સ શિક્ષક તરીકે ફરજ બજાવતા અને બોરુ ટર્નિગ વિસ્તારમાં રહેતા વિનોદકુમાર જેઠાલાલ અમીન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ માં અધ્યક્ષ તરીકે હોદ્દો ધરાવે છે તેઓ સામે પીડીત મહિલાએ નોંધાવેલ ફરીયાદની વિગત જોતા આરોપી વિનોદકુમાર જેઠાલાલ અમીન ફરિયાદી પાસે વારંવાર સંગઠન ના લવાજમ ની પાવતી બુક ની માંગણી કરતો હોય અને લવાજમ ઉઘરાવવા વારંવાર ધમકીઓ આપતો હતો .ગત તા ૧૫/૦૯/૨૫ ના રોજ ફરિયાદી કાલોલ બીઆરસી ભવન ખાતે સંકલન ની મિટિંગ મા આવેલા ત્યારે આરોપી વિનોદકુમાર જેઠાલાલ અમીન પણ ત્યા આવેલ જયા બપોરે દોઢેક વાગ્યે મિટિંગ પુરી કરી ફરિયાદી પોતાની બેગ લેવા માટે ઓફિસમાં ગયા હતા ત્યારે વિનોદકુમાર જેઠાલાલ અમીને ફરિયાદી મહિલાની એકલતાનો લાભ લઈ તેની બાવડું પકડી રૂમની અંદર ખેંચી લઈ મરજી વિરુદ્ધ તેના શરીર ના અંગોને સ્પર્શ કરી અભદ્ર વર્તન કરતા ફરિયાદી છોડાવવા માટે પ્રયત્ન કરતા તેણીનો ડાબો હાથ દરવાજા ની એન્ગલ સાથે અથડાવી દઈ કોણી ના ભાગે ઈજા કરેલ ફરિયાદી બુમ પાડીને વિરોધ કરતા આરોપી શિક્ષકે કહ્યુ કે હુ કહુ તેમ કરવાનુ અને આ બાબતે કોઈને જાણ કરીશ કે ફરિયાદ કરીશ તો હુ તારા પર એટ્રોસિટી નો કેસ કરીને સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકીઓ આપી ફરિયાદી ની એકલતાનો લાભ લઈને તેની આબરૂ લેવાના ઈરાદાથી હુમલો કરી જાતીય સતામણી કરી ધમકીઓ આપતા ફરિયાદી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિનોદકુમાર જેઠાલાલ અમીન સામે બીએનએસ કલમ ૭૪,૭૫(૨),૩૫૧(૨) મુજબની ફરીયાદ નોંધી આગળની તપાસ પીએસઆઇ એલ એ પરમારે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિનોદકુમાર જેઠાલાલ અમીન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયેલા હોય અવારનવાર સાંસદ અને ધારાસભ્ય ની સાથે દેખાતા હોય છે અને શિક્ષક સંઘ ના વોટ્સએપ ગ્રુપ ના પણ કેટલાક વિવાદોમાં આવ્યા હોય તેઓ ઉપર થયેલ ફરિયાદ થી સમગ્ર જીલ્લાના શૈક્ષણિક જગતમાં ચકચાર ફેલાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!