ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજમાં જમીન વિવાદે હુમલો, ચાર સામે હત્યાના પ્રયાસ સહિત ગુનો નોંધાયો, ચપ્પુ અને લોખંડના સળિયાથી ઇજાગ્રસ્ત 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં જમીન વિવાદે હુમલો, ચાર સામે હત્યાના પ્રયાસ સહિત ગુનો નોંધાયો, ચપ્પુ અને લોખંડના સળિયાથી ઇજાગ્રસ્ત

મેઘરજ : મેઘરજ તાલુકામાં જમીનના વિવાદને લઈ બે પક્ષ વચ્ચે થયેલી મારામારીના બનાવમાં ચાર વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાજી (રહે. ઇન્દિરાનગર, મેઘરજ)એ મેઘરજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 31 જુલાઈની રાત્રે આશરે 10:30 વાગ્યે તેમનો ભત્રીજો તોહિદ મુસ્તુફાભાઈ કાજી પોતાના ઘરે જતો હતો. તે દરમિયાન નિશારભાઈ મુજાદભાઈ કાજી, સદ્દામ નિશારભાઈ કાજી, ઇનાયતભાઈ ઉર્ફે ગફુરભાઈ નિશારભાઈ કાજી તથા સોહિલ ચૌહાણે ડુંડવાડા ગામની જમીનના ખેડાણ મુદ્દે ઝઘડો શરૂ કરી ગાળો બોલી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદ અનુસાર, ઇનાયતભાઈ ઉર્ફે ગફુરભાઈએ તોહિદભાઈને માર માર્યા બાદ ચપ્પાથી હુમલો કરી કમર ઉપરના ભાગે ઇજા પહોંચાડી હતી. બૂમાબૂમ સાંભળી બચાવવા આવેલા મુસ્તુફાભાઈ કાજી પર સદ્દામ કાજીએ લોખંડની સળીયાથી માથામાં હુમલો કર્યો હતો, જ્યારે નિશારભાઈએ દૂધનું ખાલી ક્રેટ છાતીમાં ફેંકી માર્યું હતું. સોહિલ ચૌહાણે પણ લાકડી વડે માર માર્યાનો આક્ષેપ છે.હુમલા બાદ ચારેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઇજાગ્રસ્ત મુસ્તુફાભાઈ અને તોહિદભાઈને પ્રથમ મેઘરજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલે ઇરફાનભાઈ કાજીની ફરિયાદના આધારે મેઘરજ પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!