GUJARATMULISURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનનના વિરોધમાં આવતી કાલે અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી આવેદનપત્ર પાઠવશે.

તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ માફિયાઓ કાયદો વ્યવસ્થા અને બંધારણ ઉપર નગ્નનાચ કરી રહ્યા છે ત્યારે કાયદો વ્યવસ્થા ફરી તંત્રના હાથમાં સોંપવા માટે આપનાં અમૃતભાઈ મકવાણા તા19-07-2024 શુક્રવારે સવારે 10:30 કલાકે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, રાજહોટલ, સુરેન્દ્રનગર, ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ વંદના કરી બેખૌફ ખનીજ માફિયાઓના વિરોધમાં નકકર માંગણીઓ સાથે અર્ધનગ્ન અને ઉઘાડા પગે ચાલીને કલેક્ટર, સુરેન્દ્રનગરને રજૂઆત કરવા જશે જો માંગણી સંદર્ભે નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો સંબંધિત પ્રક્રિયા કરી ધરણાં ઉપવાસ પણ કરાશે મુળીના ભેટ ગામની દુર્ઘટનાના ત્રણ મૃતકોની રાખ પણ ઠરી નથી આરોપી પણ પકડાયા નથી ત્યાં બીજી બે ઘટના સામે આવી છેલ્લા પાંચ દિવસમાં ગેરકાયેદેસર કોલસાની ખાણોમાં સાત શ્રમિકોના કરૂણ મોત થયા છે એક ઘટનામાં એફ.આઇ.આર દાખલ થઈ છે પણ આરોપીઓ પકડાયા નથી જયારે બીજી બે ઘટનામાં કોઈ ફરિયાદ પણ ન થઈ, મૃતકોના પી.એમ પણ થયા નથી અને ઘટનાઓ રફેદફે કરવામાં આવે છે ખનીજ માફિયાઓનો એટલો ખોફ છે કે તંત્ર અને સરકાર પણ લાચાર છે અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા નથી,અહીયા ભુમાફીયાઓનો કાયદા અને વ્યવસ્થા પર કંટ્રોલ છે ત્યારે નીચે મુજબની માંગણીઓ સાથે અર્ધનગ્ન અને ઉઘાડા પગે ચાલીને કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની છે.
માંગણીઓ
(1) કોલસાની ખાણોમાં એક વર્ષ દરમિયાન થયેલા મોતના મામલે એસ.આઈ.ટીની રચના થાય અને તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય.
(2) જે જે શ્રમિકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને રાજય સરકાર એક-એક કરોડ રૂપિયાની સહાય જાહેર કરે.
(3) ખાણમાં શ્રમિકોના મોત મામલે મુળી પોલીસ સ્ટેશનમાં જે એફઆઇઆર દાખલ થઈ છે તે તમામ આરોપીની તાત્કાલિક ઘડપકડ કરવામાં આવે.
(4) સરકારી ખરાબામાંથી ખનીજચોરી થાય છે તેના વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુના દાખલ કરી ખનીજચોર અટકાવવામાં આવે.
(5) ઈમાનદાર અને જાંબાજ અધિકારીઓ કાર્યવાહી કરે છે તેને તંત્રના વડાઓ દ્રારા કે રાજકીય ઈશારે દબાવવાના પ્રયાસ થાય છે તે તદ્દન ગેરકાનુની અને નિંદનીય છે તે કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!