GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભદ્રેશી વણા રસ્તાના ખાતમુહૂર્ત કરાયું.

ધારાસભ્ય પી.કે પરમાર સહિત પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ

તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધારાસભ્ય પી.કે પરમાર સહિત પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભદ્રેશી અને વણા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ભદ્રેશી વણા રોડ રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે તૈયાર થશે આ પ્રસંગે ઉદબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજનું આ ખાતમુહૂર્ત માત્ર એક રસ્તાનું નથી પરંતુ આ વિસ્તારના વિકાસ અને પ્રગતિનું ખાતમુહૂર્ત છે આ માર્ગના નિર્માણથી ભદ્રેશી અને વણા સહિત આસપાસના ગામોના લોકોને અવર જવરમાં સરળતા રહેશે ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં મદદ મળશે અને વિદ્યાર્થીઓને પણ શિક્ષણ માટે જવા આવવામાં સગવડતા રહેશે તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર ગ્રામીણ માર્ગોના વિકાસ માટે કટિબદ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી પણ શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ પહોંચાડવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે આ માર્ગનું નિર્માણ પણ આ જ સંકલ્પનો એક ભાગ છે વધુમાં, ગ્રામજનોને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પણ અપીલ કરી હતી સરકાર દરેક નાગરિકના જીવન ધોરણને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે આ તકે ધારાસભ્ય પી. કે. પરમારે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનઓ, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!