AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ઑનલાઇન BGMI ગેમમાં સસ્તા ભાવે UC આપવાની લાલચ આપી ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દેવીપાડા ગામ ખાતે રહેતા વ્યક્તિ ને ઑનલાઇન BGMI ગેમમાં સસ્તા ભાવે UC આપવાની લાલચ આપી ફ્રોડ કરનાર આરોપીને ડાંગ જિલ્લા  સાયબર ક્રાઈમ પોલીસની ટીમે પાલનપુરથી ઝડપી પાડયો છે.ગત તા.29/04/2025નાં રોજ વઘઈ તાલુકાના દેવીપાડા ગામ ખાતે રહેતા પ્રવીણભાઈ ચુનીરાવભાઈની પત્નીનાં બેન્ક ખાતામાંથી ટુકડે ટુકડે કુલ 99,500/- રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી  જાણ બહાર રૂપિયા ડેબિટ કરી લેવામાં આવતા સાઈબર ફ્રોડ થયેલ હોવાનું જણાય આવ્યુ હતુ.જેથી પ્રવીણભાઈએ આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે બાદ ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી દ્વારા પોતાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જોકે આરોપી ઇન્સ્ટાગ્રામમાં બિઝનેસ આઈ-ડી બનાવી UC કોઇન સસ્તા ભાવે વેચવાની એડ કરતા હતા.BGM| ઓનલાઇન ગેમની અંદર ઇલાઇટ પાસ પરચેજ કરવાના હોય છે.જેનાથી ગેમમાં કપડા, ગન્સ સ્કીન, હેલમેટ વગેરે જેવી ગેમમાં લાઇફ વધારતી ચીજવસ્તુ મળે છે.જે ઈલાઈટ પાસ પરચેજ કરવા માટે UC કોઇનની જરૂરીયાત ઉભી થાય છે.જે UC કોઈન મેળવવા માટે ઓનલાઈન પેમેન્ટ કરી ગેમના UC કોઇન ખરીદ કરવાના હોય છે.ત્યારે અહીં આ ગુનામાં    તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પો.સ.ઈ.બી.પી.પટેલ તથા તેમની ટીમએ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સની મદદથી આ ગુનામાં   પુછપરછ કરતા શૈલેષભાઈ હરસેંગભાઇ ચૌધરી ( ઉ.વ.21 હાલ રહે, નીધી બંગ્લોઝ, સરદાર પટેલ નગર-01, એગોલા રેડ, પાલનપુર મુળ રહે, ગામ-રાણેસરી, તા થરાદ, જી-બનાસકાંઠા)નુ નિવેદન લેતા પોતે ગુનો કરેલનું કબુલાત કર્યું હતુ.જેને લઇને ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ વિભાગનાં સ્ટાફ દ્વારા શૈલેષ ચૌધરીની પાલનપુરથી અટકાયત કરી હતી. તેમજ પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!