AHAVADANGGUJARAT

ભાજપાનાં સુશાસનમાં ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતનાં ભ્રષ્ટ મદદનીશ ઇજનરોનાં પગલે આદિવાસી લોકોની હોળી બગડશેનાં એંધાણ..

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતનાં મદદનીશ ઇજનરોનો ભ્રષ્ટાચાર અને આડોડાયનાં લીધે વિકાસનાં કામો ખોરંભે ચડ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયતની અલગ અલગ ગ્રાન્ટ હેઠળ સરપંચો દ્વારા વિકાસનાં કામો કરવામાં આવેલ છે.વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયતનાં અમુક સરપંચો દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરાવવામાં આવેલ હોવા છતા પણ  વઘઈ તાલુકા પંચાયતના એસ.ઓ. દ્વારા એમ.બી એટલે કે માપપોથી લખવામાં આવતી નથી અને બિલો પણ બનાવવામાં આવતા ન હોવાનું સરપંચ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે.ત્યારે વઘઇ તાલુકા પંચાયતનાં  ભ્રષ્ટ બાંધકામ મદદનીશ ઇજનરોના કારણે મજૂરો સુધી તેમની મજૂરીની રકમ પહોંચી ન શકવાથી આવનાર હોળીનો તહેવાર બગડશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયતમાં ૧૫મુ નાણાપંચ,વિવેકાધીન યોજના, આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો (એ.ટી.વી.ટી.) યોજના અને વિકાસશીલ તાલુકા યોજના હેઠળ  ઘણી બધી ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચો દ્વારા વિકાસકીય કામગીરી કરાવવામાં આવેલ છે.તેમજ આ સરપંચો દ્વારા સમયસર કામગીરી કરાવીને વિકાસકીય કામો પૂર્ણ કરી ફાઈલો તાલુકા પંચાયત કચેરી ખાતે બાંધકામ તથા 15મુ નાણાપંચ સહિત અન્ય  શાખાનાં અધિકારીઓનાં ટેબલ પર મૂકી છે.અહી વિકાસકીય કામોનાં બિલોને લઈને ફાઇલો મૂકવામાં આવેલ હોવા છતાં પણ વઘઈ તાલુકા પંચાયત કચેરીનાં બાંધકામ શાખાનાં એસ.ઓ. આશિષભાઈ ભોયે,રજનીશભાઈ પટેલ દ્વારા એમ.બી એટલે માપપોથી સુધ્ધા લખવામાં આવતી નથી.અને આ મહાશયો એક બે મહિનાઓ સુધી તો માપપોથી કે બિલોને હાથ પણ લગાવતા નથીનું સરપંચો જણાવી રહ્યા છે.ત્યારે ગતિશીલ ગુજરાતનું સૂત્ર વઘઇ તાલુકા પંચાયતમાં બણગા સમાન સાબિત થયુ છે.ત્યારે અહી મદદનીશ ઇજનેરો દ્વારા કોઈ મોટી ગેરરીતિ આચરવામાં આવી રહી છે કે કેમ ? શું એસ.ઓ.મસમોટી ટકાવારી માટે ભ્રષ્ટાચારને અંજામ આપી રહ્યા છે ? વઘઇ તાલુકા પંચાયતનાં એસ.ઓ. દ્વારા તાત્કાલિક માપપોથી લખવા સહિતની અન્ય કામગીરી કરીને ચુકવણું કેમ કરવામાં આવતું નથી ? કે પછી ચુકવણા પહેલા ટકાવારી મેળવવા માટે આ એસ.ઓ તરકટ રચી રહ્યા છે ? આવા અનેક સવાલ ઉદભવી રહ્યા છે.અહી મદદનીશ ઇજનરોની આડોડાયનાં કારણે ગરીબ પ્રજાને પીસાવાનો વારો આવ્યો છે.તેમજ અહીં સમયસર કામ પૂર્ણ કરવામાં આવેલ હોવા છતાં પણ સમયસર ચુકવણું કરવામાં આવતું નથી.જેના કારણે મજૂરોને તેમના હકની મજૂરી પણ સમયસર મળતી નથી.ત્યારે આવનાર દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિ રહેશે તો આદિવાસી મજૂરોની હોળી બગડશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.જોકે આ સમગ્ર મામલે એસ.ઓ.દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે. તેમજ જો એસ.ઓ. દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોય તો તે અંગે પણ ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.આ સંદર્ભે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા વિકાસ અધિકારી એમ.જી.પટેલને રૂબરૂમાં પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે અમુક સરપંચોની મારા પાસે મૌખિકમાં ફરિયાદ આવી છે.અગાઉ આ બન્ને મદદનીશ ઇજનેરોની બેદરકારી અંગે મે નોટિસની બજવણી કરેલ છે.તેમ છતાંય હજુ પણ ફરીયાદ જણાશે તો ઉપલા લેવલે જાણ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બોક્ષ:-(1)

લ્યો બોલો વઘઇ તાલુકા પંચાયતનાં આ મહાશય મદદનીશ ઇજનેરો દ્વારા કારોબારી અધ્યક્ષની કામ પૂર્ણ કરેલ ફાઈલ ખોઈ નાખતા હોય તો સરપંચોની તો વાત જ શું કરવી.વઘઇ તાલુકા પંચાયતનાં યુવા અને ઉત્સાહી કારોબારી અધ્યક્ષ દ્વારા પોતાના વિસ્તારમાં વિકાસકીય કામ લઈ પૂર્ણ કર્યુ હતુ.અને કામ પૂર્ણ થયા બાદ ફાઈલ વઘઇ તાલુકા પંચાયતમાં રજૂ કરી હતી.બાદમાં કારોબારી અધ્યક્ષ દ્વારા બિલ માટે ફાઈલની તપાસ કરી હતી.પરંતુ અહીંથી ફાઈલ જ ગાયબ થઈ ગઈ હતી.જેથી તેઓ અકળાયા હતા.સાથે કારોબારી અધ્યક્ષ દ્વારા અધિકારીની સતા આગળ સાનપણ કરવી નકામીનું જણાવી ચૂપકીદી સેવી લીધી હતી.ત્યારે અહી સવાલ થાય છે કે વઘઇ તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષની જો ફાઈલ ગાયબ થઈ જતી હોય તો સરપંચોનાં ફાઇલની વાત કરવી નકામી સાબિત થાય તેવું જોવા મળી રહ્યુ છે.અને વઘઇ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભરડો ફેલાયો હોય તેવું જોવા મળી રહ્યુ છે..

Back to top button
error: Content is protected !!