MORBI:મોરબીની નીલકંઠ વિદ્યાલયની વિદ્યાર્થીની રાઠોડ માધવી સંદીપભાઈએ ધોરણ-10માં 99.97 PR મેળવી શાળાનું નામ રોશન કર્યું





MORBI:મોરબીની નીલકંઠ વિદ્યાલયની વિદ્યાર્થીની રાઠોડ માધવી સંદીપભાઈએ ધોરણ-10માં 99.97 PR મેળવી શાળાનું નામ રોશન કર્યું

મોરબી શહેરની પ્રખ્યાત નીલકંઠ વિદ્યાલય ની તેજસ્વી વિદ્યાર્થીની રાઠોડ માધવી સંદીપભાઈએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 99.97 PR પ્રાપ્ત કરી પરિવાર, શાળા અને સમગ્ર મોરબી શહેરનું ગૌરવ વધાર્યું છે. પોતાની આ શાનદાર સિદ્ધિ બાદ માધવી ખૂબ ખુશી વ્યક્ત કરી રહી છે અને હવે ધોરણ 11 તથા 12માં પણ નીલકંઠ વિદ્યાલયમાં જ અભ્યાસ ચાલુ રાખવાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે.

માધવીએ જણાવ્યું હતું કે તેના પિતાનું સપનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું હતું, પરંતુ પરિસ્થિતિઓને કારણે તેઓ પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખી શક્યા નહતા. હવે પોતાની દીકરી માધવી દ્વારા તે સપનું પૂરું થાય તે માટે પરિવાર તનતોડ મહેનત કરી રહ્યો છે. માધવી પણ સતત મહેનત અને શ્રેષ્ઠ પરિણામોથી પોતાના માતા-પિતાના સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.
માધવીએ પોતાની સફળતાનો શ્રેય નીલકંઠ વિદ્યાલય ના પ્રિન્સિપાલ, શિક્ષકો અને સમગ્ર સ્ટાફને આપ્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક જ નહીં પરંતુ પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે સફળતા મળે તે માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત ધ્યાન આપી અભ્યાસમાં આગળ વધારવા માટે સતત પ્રેરણા આપવામાં આવે છે.
વિદ્યાલયમાં દર રવિવારે નિયમિત ટેસ્ટ અને એક્ઝામનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના અને આત્મવિશ્વાસ વિકસે છે. સાથે જ વિવિધ તાલીમ અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સજ્જ બનાવવામાં આવે છે.માધવીની આ ભવ્ય સિદ્ધિએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નીલકંઠ વિદ્યાલય માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવા માટે પણ પ્રતિબદ્ધ સંસ્થા બની રહી છે. (રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી



