સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ચોપાનીયા-ભીંતપત્રોના છાપકામ અંગે ખાનગી મુદ્રણાલયોના મુદ્રકો-પ્રકાશકોને જરૂરી સુચના : ઉલ્લંઘન સામે કડક પગલાં ભરાશે
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ચોપાનીયા-ભીંતપત્રોના છાપકામ અંગે ખાનગી મુદ્રણાલયોના મુદ્રકો-પ્રકાશકોને જરૂરી સુચના : ઉલ્લંઘન સામે કડક પગલાં ભરાશે
***
ગુજરાતના રાજય ચૂંટણી આયોગ ધ્વારા મહાનગરપાલિકા/નગરપાલિકા તથા જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી ૨૦૨પનો ચૂંટણી કાર્યક્રમ તા.૨૧/૦૧/૨૦૨૫ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા વિજયનગર(૩-બાલેટા અને ૭-ચિઠોડા), પોશીના(૨૦-વીંછી) અને પ્રાંતિજ(૬-ઘડી) તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે.તેમજ જો પુન:મતદાન યોજવાનું થાય તો તેની તા.૧૭/૨/૨૦૨૫ તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ હાથ ધરાનાર છે. ચુંણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ વિગેરે પ્રકારનું સાહિત્ય ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની ઓળખ માટે કે ચૂંટણી પ્રચારમાં ઉપયોગમા લેવા માટે વિવિધ સ્થળે છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે તથા લોકોમાં વહેચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર્ય ખંડન જેવી કોઈ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સંબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલાં લઈ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા,ભીંતપત્રો, હેન્ડ બીલ વિગેરેના મુદ્રણ અને પ્રકાશન અંગે નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.આ જોગવાઈની ચુસ્ત અમલવારી કરવા સારૂ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ.રતનકંવર એચ. ગઢવીચારણને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધક હુકમો જાહેર કર્યા છે.જેમાં
(૧) કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહીં.
(2) કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે
(અ) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને
(બ) લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રકની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય.
આ જોગવાઈ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કઢાવવાની કોઈ પણ પ્રક્રિયા મુદ્રણ ગણારી અને મુદ્રકએ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.
(3) છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા, અને ફોન/મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે.
(૪) મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલી એકરાર પત્રક જોડાણ-ક અને જોઠાણ-અના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીએ તથા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
જયંતિ પરમાર સાબરકાંઠા