અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ગંદકીનું સામ્રાજ્ય હોય તેવો ઘાટ, ગંદકીના ફોટો થયા વાયરલ ગ્રામપંચાયતની બેદકારી આવી સામે, લોકોએ જાતે સફાઈ હાથ ધરી
મેઘરજ તાલુકાની ગ્રામ પંચાયતમાં આવેલ ઇન્દિરાનગરની બાજુમાં પંચાલ રોડ ટચ સસ્તા અનાજની દુકાનની પાછળ આવેલ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા ઘાટ સાથેના ફોટો અને વિડિઓ વાયરલ થયા છે જેને લઇ મેઘરજ ગ્રામપંચાયત ની બેદરકારી સામે આવી હોય તેવો ઘાટ છેલ્લા કેટલાય સમયથી મેઘરજ ગ્રામપંચાયત વિવિધ બાબતે ચર્ચામાં રહેલી છે મળતી માહિતી અનુસાર ૧૨ જેટલાં મકાનો ધરાવતાં રહેવાસીઓ માટે ગટરના પાણીનો મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા કોઈ નિકાલ નહીં કરાતાં સોસાયટીમાં રહેતા રહીશો ત્રસ્ત બન્યાં છે તે સાથે ની ફોટો પોસ્ટ વાયરલ થઈ છે આ બાબતે ગ્રામપંચાયતના જવાબદારી વ્યક્તિઓ તલાટી સહીત સરપંચ આ બાબતે ધ્યાન દોરે તે જરૂરી છે માત્ર ગ્રામપંચાયતની અંદર બેસી પંખાની હવા ખાવાથી લોકોના પ્રશ્નો હલ ના થઈ શકે સાથે સ્થળ તપાસ કરીને યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. સાથે ગટરના ગંદાપાણી થી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે ત્યારે ગંદા પાણીનો નિકાલ થાય તે માંગ સેવાઈ રહી છે સાથે સદર સોસાયટીમાં ૧૫ જેટલાં નાના બાળકો સાથે પરિવાર રહેતાં રોગચાળો ફેલાવાનો પૂરો ભય સેવાઈ રહયો છે