સુરેન્દ્રનગરમાં કોમી એકતાના માહોલ વચ્ચે રરમો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો.
તા.24/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
20 હિન્દુ યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા, 10 મુસ્લિમ યુવતીઓએ નિકાહ પઢયા
સુરેન્દ્રનગર શહેરમાં કોમી એકતાના માહોલ વચ્ચે સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં મજૂર ભાઈઓ કે જેઓ મજૂરી કરે છે અને મજૂરી કરીને પણ કોમી એકતાનું ઉદાહરણ જ્યારે પૂરું પાડે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ભાઈચારાની ભાવના સાથે સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં ટોપ વાળા મેલડી માતાજી તેમજ બાલાપીરની સાનિધ્યમાં 10 મુસ્લિમ યુવતીઓ તેમજ 26 હિન્દુ યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયા અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન એક જ માંડવે કરવામાં આવે છે ત્યારે આ છેલ્લા છે 22 વર્ષથી આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની કામગીરી મજદૂર ભાઈઓ તેમજ સુરેન્દ્રનગર શહેરના મહેતા માર્કેટના વેપારીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે ત્યારે કોમી એકતાના માહોલ વચ્ચે જ્યારે મુસ્લિમ યુવતી અને યુવકો નીકા રસમ સાથે અદા કરે છે હિન્દુ યુવતીઓ મેલડી માતાજીના સાનિધ્યમાં લગ્નના ચોરીના ચાર ફેરા ફરી અને ધન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે આ કામગીરીમાં સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટના મજૂરો તન મન અને ધનથી જોડાય છે જ્યારે માર્કેટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં વઢવાણના ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણા પણ નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા આવ્યા હતા જ્યારે તેમની સાથે રવિરાજ રોડવેજના મુન્નાભાઈ તેમજ ન્યુ જનતા ટ્રાન્સપોર્ટના માલિક પણ ધારાસભ્ય સાથે જોડાયા હતા અને સુરેન્દ્રનગર મહેતા માર્કેટના કરિયાણા એસોસિએશનના બાબુભાઈ પ્રજાપતિ પણ આ સમૂહ લગ્નમાં ધારાસભ્ય સાથે જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમ મજદૂર ભાઈઓ દ્વારા આયોજન કરી અને છેલ્લા 22 વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે ત્યારે મકરાણી ભાઈ અબજીભાઈ અને જેઠાલાલ ભેગા મળી અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન હાથ ધરે છે અને સંપૂર્ણપણે મહેતા માર્કેટનો પણ સહયોગ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં રહેતો હોય છે ત્યારે આ 22મો સમૂહ લગ્ન શાંતિ સયમ અને સર્વ જ્ઞાતિના ભાઈચારાના અને કોમી એકલાસના વાતાવરણ વચ્ચે યોજવામાં આવ્યો હતો.