GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં વી.એમ.શાહ શાળાના વિદ્યાર્થીઓનો દબદબો, રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૮.૨૦૨૬

તાજેતરમાં યોજાયેલી પંચમહાલ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ પ્રાથમિક વિભાગ શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભૂત સિદ્ધિ હાંસલ કરી શાળા તથા સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે.શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શ્રેષ્ઠ ક્રમાંક મેળવ્યા છે:આર્ટિસ્ટિક યોગાસન સોલો (ગર્લ્સ જુનિયર): ડીરલ દિલીપભાઈ બારીઆ (ધોરણ 8A) – પ્રથમ નંબર ટ્રેડિશનલ યોગાસન (બોયસ સબ-જુનિયર): ખુશાલ દિનેશભાઇ બારોટ (ધોરણ 7D) – દ્વિતીય નંબર આર્ટિસ્ટિક યોગાસન પેર (ગર્લ્સ સબ-જુનિયર): રિદ્ધિ રાકેશભાઈ સિકલીગર (ધોરણ 8A) અને ખુશાલી કિશોરસિંહ રાઠોડ (ધોરણ 7D) – દ્વિતીય નંબરઆર્ટિસ્ટિક યોગાસન સોલો (બોયસ સબ-જુનિયર): ધ્રુવ વિમલકુમાર પરમાર (ધોરણ 6C) – તૃતીય નંબર જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા પ્રયાણ કરશે.વિદ્યાર્થીઓની આ ઝળહળતી સફળતા બદલ હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ, શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડનાર શાળાના યોગ શિક્ષક બોસ્કીબેન પટેલને પણ શાળા પરિવાર દ્વારા વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!