GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રણ પખવાડિયા સુધી જાહેર સ્થળો ખાતે જનભાગીદારીથી સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે.

તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે “સ્વચ્છતા હી સેવા 2025” ને સ્વછોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં સાંસદ ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં ટાગોરબાગ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન 2025″નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” પંક્તિનું ઉચ્ચારણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી માણસના જીવનમાં સ્વચ્છતા તેના સ્વભાવ સાથે જોડાઈ જાય,જન ભાગીદારીથી જન આંદોલન થકી સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને અને સ્વચ્છતા થકી પ્રકૃતિનું જતન થાય એ આપણા સૌની જવાબદારી છે તેમ જણાવ્યું હતું સ્વચ્છતા એ આપણા સૌની સહિયારી જવાબદારી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કચરાની ગાડી દ્વારા “ડોર ટૂ ડોર” કચરો એકઠો કરવામાં આવે છે ત્યારે આજે આપણે સૌ કચરો કચરાપેટીમાં જ નાખવા અને સ્વચ્છતા રાખવા સંકલ્પ લઈએ તેમ ઉમેરી “સ્વચ્છ, સ્વસ્થ અને મેદસ્વિતા મુક્ત” ગુજરાત બનાવવાના કાર્યમાં સહભાગી બનવા સૌને અપીલ કરી હતી આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સ્વચ્છતા માટે આપણે જાતને જાગ્રત કરવાની જરૂર છે તેમ જણાવી જાતથી જનતા સુધી સ્વચ્છતા નો સંદેશો ફેલાવો એ આપણી ફરજ છે મેદસ્વિતા મુક્ત ભારત કરવા માટે સરકાર અનેક કાર્યક્રમો કરે છે જેનો હેતુ સ્વસ્થ જીવન માટેનો છે આપણે જ આપણાથી શરૂઆત કરીએ અને સ્વચ્છતા જાળવવાની નેમ લઈએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કુલદીપભાઈ પરમારએ “સ્વચ્છતા હી સેવા અભિયાન” અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આ અભિયાન અંતર્ગત કરવામાં આવનાર કામગીરી અંગે સૌને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે સાથે જ, શહેરોમાં સ્વચ્છતા લક્ષિત એકમો (CTU) અને બ્લેક સ્પોટને ઓળખવામાં આવશે અને આ અભિયાન દરમિયાન તમામ CTUની સફાઈ કરીને તેનું પરિવર્તન કરવામાં આવશે તેમજ અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે આ પ્રસંગે ” યોગ જાગૃતિ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ યોગ સાધના કરી હતી અને સ્વચ્છતા જાળવવા અંગે શપથ પણ લીધા હતા આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ટાગોરબાગ ખાતે વૃક્ષારોપણ કરીને સફાઈ કાર્ય કરી “સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત આજે તમામ વોર્ડમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા, ટેક્સી અને સાયકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ, શહેરી વિસ્તારમાંથી પસાર થતા રીંગ રોડ, રાજ્યના ધોરી માર્ગ જેવા સ્થળોની સંપૂર્ણ સાફ સફાઈ ઉપરાંત કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે આ પ્રસંગે વહીવટદાર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને કલેક્ટર સુરેન્દ્રનગર ડો.રાજેન્દ્રકુમાર એમ. પટેલ, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન આર. ચાવડા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સ્ટેટ MoU યોગ કોર્ડીનેટર શ્રીમતી નીતા દેસાઈ સહીત યોગ બોર્ડના સભ્યો, શહેરીજનો, મહાનગર પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!