GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડી તાલુકાના ત્રાડિયા ગામમાં ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે માટે ટ્રેનિંગ આપી સમગ્ર સોલાર પ્લાન્ટ ચલાવી શકે તેવો સંકલ્પ કરાયો.

એલઇડી બલ્બ-સોલાર ઇન્ટોલેશન, ઇલે. સેફટી, સોલાર મેન્ટેનન્સ, કોમ્યુનિકેશનની તાલીમ મેળવી

તા.15/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લીંબડી તાલુકાનું ત્રાડિયા ગામની મહિલાઓ બની આત્મનિર્ભર ગામની 100થી વધુ મહિલાઓને એલઇડી બલ્બ બનાવા તેમજ સોલાર ઇન્સ્ટોલેશન તેમજ ઇલેક્ટ્રીક સેફટી સોલાર મેન્ટેનન્સ તેમજ કોમ્યુનિકેશનની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી સ્કિલ ઇન્ડિયા અંતર્ગત બ્લુપાઈન એનર્જીએ છ મહિના સુધી મહિલાઓને તાલીમ આપી બનાવી આત્મનિર્ભર ગામમાં સોલાર પ્લાન ઉભો કરવામાં આવ્યો હતો નાના એવા ત્રાડિયા ગામમાં ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે માટે ટ્રેનિંગ આપી સમગ્ર સોલાર પ્લાન્ટ ચલાવી શકે તેવો સંકલ્પ કરાયો હતો સ્કિલ ઇન્ડિયા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રથમ ત્રાડીયા ગામ બન્યું છે ભારતમાં અગ્રણી રિન્યૂએબલ એનર્જી સર્વિસીઝ કંપની બ્લુપાઇન એનર્જીએ ગુજરાતના ભાવનગર જિલ્લામાં ચાર નવા સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર્સ (એસડીટીસી) લોન્ચ કર્યા છે આ નવા ખોલવામાં આવેલા સેન્ટર્સ ક્લીન એનર્જી સેક્ટરમાં ગ્રામીણ-શહેરી કુશળતાનું અંતર ઘટાડવા અને સ્થાનિક સમુદાયો માટે ટકાઉ આજીવિકા ઊભી કરવા માટેના કંપનીના વ્યાપક મિશનનો ભાગ છે પ્રારંભથી જ બ્લુપાઇનના સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર્સ (એસડીટીસી)એ ત્રણ તબક્કામાં 904 લોકોને લાભ આપ્યો છે એસડીટીસી શરૂ કર્યાના પહેલા તબક્કામાં ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 104 લાભાર્થીઓએ આ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો બીજા તબક્કામાં ગુજરાતના સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ તથા છત્તીસગઢના મુંગેલી જિલ્લાના 316 તાલીમાર્થીઓ જોડાયા હતા હાલ ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને તેમાં કર્ણાટકના રાયચુર, રાજસ્થાનના જોધપુર અને ગુજરાતમાં બનાસકાંઠા તથા ભાવનગરના 448 લાભાર્થીઓ જોડાયા છે કુલ જોડાયેલા 904 લોકો પૈકી 456 લોકોએ તાલીમ પૂરી કરી છે અને 448ની હાલ પ્રોગ્રામ હેઠળ તાલીમ ચાલી રહી છે કુલ સમૂહ પૈકી 402 એટલે કે 45 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે જે ગ્રામીણ સ્તરે કુશળતા વધારવાની બાબતે જાતિય સમાનતા માટે બ્લુપાઇનની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે પરંપરાગત રીતે પુરુષોનું આધિપત્ય ધરાવતા ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે બ્લુપાઇન એનર્જીના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર સુમિત બરાતે જણાવ્યું હતું કે ભારતની પુન:વપરાશી ઊર્જા મહત્વાકાંક્ષાઓ તરફ આગળ વધવા સાથે સ્થિતિસ્થાપક સમુદાયો ઊભા કરવા માટે વ્યવસાયિક ઉદારતા થકી ભવિષ્ય માટેની તૈયારી હોવી ખૂબ જ જરૂરી છે ગ્રીન ઇકોનોમી માટે જરૂરી કુશળતાઓ સાથે ગ્રામીણ યુવાનો, ખાસ કરીને મહિલાઓને, સજ્જ કરીને આ ટ્રેનિંગ સેન્ટર્સ હાલ ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચે ખોટકાયેલી વ્યાપકતા આધારિત કુશળતાની ઉપલબ્ધતા માટે ઉત્પ્રેરક બન્યા છે બ્લુપાઇન એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીરવ નાણાંવટીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ઊર્જા ન કેવળ ગ્રીડને પરંતુ પાયાના સ્તરને સશક્ત બનાવે તેવી હોવી જોઈએ. આ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ ભારતમાં ઊર્જા સંક્રમણમાં અર્થપૂર્ણ રીતે ભાગ લેવા માટે જરૂરી કુશળતાઓ સાથે ગ્રામીણ સમુદાયો, ખાસ કરીને મહિલાઓને સજ્જ કરીને લાંબા ગાળાની આર્થિક અસરને આગળ ધપાવવા એક્ટિસની સાથે મળીને અમારી વ્યૂહાત્મક પ્રતિબદ્ધતા દર્શાવે છે તાના, વરાલ, ભાખલ અને મામ્સીના ગામોમાં આવેલા આ નવા સેન્ટર્સમાં 124 વિદ્યાર્થીઓ જોડાયા છે અને આ સમૂહ સપ્ટેમ્બર 2025 સુધીમાં ગ્રેજ્યુએટ થાય તેવી સંભાવના છે સર્ટિફાઇડ પ્રોફેશનલ્સના નેતૃત્વ હેઠળનો છ મહિનાના ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઇલેક્ટ્રિક વર્ક, સોલર પેનલ ઇન્સ્ટોલેશન, સિસ્ટમ મેઇન્ટેનન્સ અને ટ્રબલશૂટિંગમાં પ્રત્યક્ષ અનુભવ સાથે ક્લાસરૂમમાં શિક્ષણનો સમાવેશ થાય છે ગ્રેજ્યુએટ્સને સરકારી માન્યતાપ્રાપ્ત પ્રમાણપત્રો મળે છે અને તેમને કંપનીમાં જ નોકરી મેળવવા માટે બ્લુપાઇન એનર્જીની સમર્પિત પ્લેસમેન્ટ ટીમનું તેમને સમર્થન મળેલું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં ત્રણ વર્ષ કરતાં વધુનો પ્રત્યક્ષ અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સ દ્વારા તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે બ્લુપાઇનની પ્લેસમેન્ટ ટીમ તાલીમબદ્ધ સમૂહ માટે રોજગારી ઊભી કરવા ક્લીન એનર્જી કંપનીઓ તથા સ્થાનિક ઉદ્યોગો સાથે સક્રિયપણે સહયોગ સાધી રહી છે આ પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધીમાં નોકરી અપાવવામાં 82 ટકા જેટલી સફળતા મેળવી છે જેનાથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને મહિલાઓને ક્લીન એનર્જી ક્ષેત્રે નોકરીઓ મળી છે અને ભારતના ગ્રીન એનર્જી સેક્ટર માટે ટેલેન્ટ પાઇપલાઇનને ટેકો મળ્યો છે.

Back to top button
error: Content is protected !!