GUJARATKUTCHRAPAR

રાપર તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ તથા દવા છંટકાવ કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

ભુજ,તા-૨૦ સપ્ટેમ્બર : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના દરેક ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાપર તાલુકાના ગામોમાં દવા છંટકાવ, ડોર ટુ ડોર કચરાનું કલેકશન તથા ઘરેથી જ કચરાનું વિભાજન થાય તેવી સમજ આપવામાં આવી હતી. મનફરા ગામના દુકાનદારોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજ આપવા સાથે ગામમાં સફાઈ કામગીરી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત રાપર તાલુકાના પદમ પર, સુવઈ ,પ્રાગપર,સઈ, માખેલ, હમીરપર નાની તેમજ વિવિધ ગામમાં ડોર ટુ ડોર કલેક્શન અને શાળામાં સફાઈ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!