
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શ્રી ઔદીચ્ય સેવા મંડળ, વાંસદા દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખતા ચાલુ વર્ષે પણ શ્રાવણી પર્વ (જનોઈ બદલવાનો ધાર્મિક કાર્યક્રમ) શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. તા. 28 ઓગસ્ટ, 2026, શુક્રવારે સવારે શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર સ્મૃતિ ભવનના પ્રથમ માળે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બ્રાહ્મણ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પરંપરાગત ધાર્મિક વિધિમાં ઉપસ્થિત સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ શ્રાવણી પર્વની ઉજવણી કરી હતી.
શ્રી ઔદીચ્ય સેવા મંડળ દ્વારા વર્ષોથી યોજાતો આ કાર્યક્રમ ધાર્મિક પરંપરા અને સંસ્કારોના જતન સાથે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. કાર્યક્રમના અંતે સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી.


