GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામ સહિત વિવિધ ગામોમાં અચાનક વાતાવરણ માં પલટો આકાશી વાદળ છવાયા બાદ બપોરે વરસાદ વરસ્યો.

 

તારીખ ૦૮/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા ના વેજલપુર ગામ સહિત વિવિધ ગામોમાં અચાનક વાતાવરણ માં પલટો આકાશી કાળા વાદળ છવાયા હતા બપોર બાદ વરસાદ પડતા માનવજીવન ચિંતામાં મુકાયા પંચમહાલ જીલ્લા માં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ માં ફેરફારો જોવા મળે છે થોડી વારમાં તાપ ગરમી અને થોડી વારમાં કાળા વાદળો છવાઈ છે જેના કારણે તેની સીધી અસર માનવજીવન પર પડે છે ત્યારે આજના દિવસે વેજલપુર ગામ સહિત વિવિધ ગામોમાં એમ જી વી સી એલ દ્વારા મેન્ટેનન્સ ની કામગીરી ના કારણે વહેલી સવારથી વીજળી બંધ કરી દેવામાં આવી હતી જેથી માનવજીવન ને ગરમી વેઠવાનો વારો આવ્યો હતો તયારે બપોર બાદ અચાનક આસમાન માં કાળા વાદળો છવાયા હતા અને બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો જેના કારણે તેની સીધી અસર માનવજીવન પડે તેવી ભીતિ લોકોને સતાવી રહી છે કારણકે રોજેરોજ વાતવરણ માં પલટો થવાથી ઘણા લોકો બીમારીઓ માં સપડાતા હોય છે અને મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે ત્યારે ઘયડા લોકો ની કહેવત છે કે દુનિયામાં પાપ વધી જાય તો ભગવાન પણ માનવજીવન થી નારાજ થાય છે જેના કારણે બિન મોસમ વરસાદ વરસી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!