GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના કાનોડ ગામે સાંસદ રાજપાલસિંહ જાદવ ના હસ્તે પ્રાથમિક શાળાના નવ ઓરડાઓનું લોકાર્પણ.
તારીખ ૧૮/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાનોડ ગામે શાળાના ૧૪૮ માં સ્થાપના દિવસે પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે નવ જેટલા નવીન પ્રાથમિક શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ જિલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા કાલોલ તાલુકા વિકાસ અધિકારી એસ જે ચૌહાણ,જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકરી ગાયત્રીબેન, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અરવિંદસિંહ પરમાર તેમજ કાનોડ ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પાબેન ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રવિણસિંહ ચૌહાણ તેમજ કાલોલ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ સહિત પ્રાથમિક શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.