GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદ વીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરાયું.

તા.14/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરાયું.

ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ખાતે આવેલી શહીદવીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળામાં ૬ વર્ગખંડ તથા શાળા અપગ્રેડેશનના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ શુભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શાળાની સરાહના કરતા જણાવ્યું હતું કે આ ગામડાની શાળા શહેરની શાળાને ભુલાવી દે તેવી છે તેમણે જણાવ્યું કે નવનિર્મિત છ રૂમ પૈકી, બે રૂમ પ્રોજેક્ટરથી શિક્ષણ આપવા માટે તૈયાર કરાયા છે જ્યારે ત્રણ રૂમમાં એલઈડી સ્ક્રીન સાથેની કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે સરકાર દ્વારા ગામડાના બાળકો પણ શહેરના બાળકોની જેમ સારી રીતે સરકારી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરાવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોને લીધે આજે શિક્ષણમાં દીકરીઓની સંખ્યા અને સારા પરિણામો દેખાય છે તેમણે સરકારી શાળામાં મફતમાં મળતા ગણવેશ અને ચોપડાની સુવિધા તેમજ શિક્ષકોના પોતીકા ભાવ સાથેના શિક્ષણની પણ નોંધ લીધી હતી શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓ પર ભાર મૂકતા જગદીશભાઈ મકવાણાએ તાજેતરમાં ફેબ્રુઆરી ૨૦૨૪ના બજેટમાં અમલમાં આવેલી નમો લક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો આ યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતા સરકારી શાળાના બાળકોને શિક્ષણ ન છોડવું પડે તે માટે દર વર્ષે રૂ. ૧૨,૦૦૦ એમ કુલ રૂ. ૪૮,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવે છે આ ઉપરાંત, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત ધોરણ ૬ થી ૧૨ સુધી બાળકને રહેવા-જમવા સહિત મફતમાં અભ્યાસ કરાવવામાં આવે છે તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો મંજૂર કરાઈ છે ઉચ્ચ શિક્ષણ માટે શહેરોમાં અભ્યાસ કરતા બાળકો માટે ૫૦૦ની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂર કરાઈ છે તેમણે NMMS સ્કોલરશિપ હેઠળ રૂ. ૪૮,૦૦૦ની સહાય મળતી હોવાનું જણાવી ધોરણ ૮ના બાળકોને આ પરીક્ષામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો ધારાસભ્ય પી.કે. પરમારે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આ નવનિર્મિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર “સ્કૂલ ઓફ એક્સલન્સ”ની અપેક્ષા મુજબની ભૌતિક સુવિધાઓ સાથેનું છે અને સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ખાનગી શાળાઓ સમકક્ષ સુવિધાઓ ધરાવે છે આ માટે તેમણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમના કારણે ભૂતકાળમાં જે ડ્રોપઆઉટ રેશિયો ૩૫% હતો તે આજે ઘટીને શૂન્ય થઈ શક્યો છે તેમણે શિક્ષણને કોઈપણ વિકાસના પાયામાં રહેલું ગણાવી ગુણાત્મક શિક્ષણ માટે ‘ગુણોત્સવ’ના કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત, ધારાસભ્યએ સરકારના અન્ય જનકલ્યાણકારી નિર્ણયો અને વિકાસ કાર્યોની વિસ્તૃત વાત કરી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને મહાનુભાવો તથા દાતાશ્રીઓનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના નવા બિલ્ડીંગનું રીબીન કાપી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું અને સર્વેએ શાળાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિ કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી શાળાના આચાર્ય જયેશભાઈ મોરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, કથાકાર શાસ્ત્રી પૂ. મહેશ બાપુ, અગ્રણી જયેશભાઈ પટેલ, રવિરાજભાઈ વઢેર, પ્રભુભાઈ મકવાણા, ડી. કે. ચવલિયા, હરપાલસિંહ રાણા, ગામ સરપંચ અરવિંદભાઈ, ઉપસરપંચ સહીતના જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અગ્રણીઓ, અધિકારીઓ, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!