GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: લોકમેળા-૨૦૨૫ માટે ફોર્મ વિતરણ તથા સ્વીકાર માટેની મુદતમાં વધારો: ૧૧ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

તા.૨૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૧૪/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં લોકોના મનોરંજન અર્થે વિવિધ પ્રકારની આકર્ષણ ધરાવતી પ્રવૃત્તિઓ તેમજ અન્ય એક્ટિવિટીઝનો સમાવેશ કરવા માટે તથા લોકસહભાગીતા વધારવા ફોર્મ વિતરણ તથા સ્વીકારવા માટે મુદતનો વધારો કરવામાં આવ્યો છે.

આ માટે નાયબ કલેકટર કચેરી,રાજકોટ શહેર-૧, જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી તા. ૨૬/૦૬/૨૦૨૫ થી તા. ૧૦/૦૭/૨૦૨૫ સુધી (જાહેર રજા સિવાય)ફોર્મનું વિતરણ તથા તા.૧૧/૦૭/૨૦૨૫ સુધી ભરેલા ફોર્મ પરત સ્વીકારવામાં આવશે.જેમાં તમામ કેટેગરીના અરજદારો ફોર્મ ભરી શકશે જેની સૌને નોંધ લેવા અધ્યક્ષ શ્રી લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયક કલેક્ટરશ્રી રાજકોટ શહેર-૧ની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!