MORBI:મોરબી SOGની મોટી સફળતા: પશુ ક્રૂરતાના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આરોપી ઝડપાયો





MORBI:મોરબી SOGની મોટી સફળતા: પશુ ક્રૂરતાના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ અંતર્ગત એક મહત્વની સફળતા મળી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુઓ પ્રત્યે ઘાતકીપણાના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને એસ.ઓ.જી. સ્ટાફે બાતમીના આધારે દબોચી લીધો છે.

ટંકારા પોલીસ સ્ટેશનમાં પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવા અંગેના અધિનિયમની વિવિધ કલમો ૧૧(૧)(એ), (ડી), (એફ), (એચ), (કે) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી ઇકબાલ કલામભાઈ નોડે (રહે. લુડીયા, તા.જી. ભુજ) ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી ચોક્કસ વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી આરોપી ઇકબાલ નોડેને શોધી કાઢ્યો હતો અને તેની અટકાયત કરી હતી.
એસ.ઓ.જી. દ્વારા આરોપીને ઝડપી પાડ્યા બાદ, કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી માટે તેને ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ટંકારા પોલીસ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરશે.



